- ચિદમ્બરમની જામીન મળવાની શક્યતાઓ ઘટશે
- ચિદમ્બરમ સામે ચાર્જશીટની સીબીઆઈની તૈયારી
- મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરાશે ચાર્જશીટ
આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે.
આ ચાર્જશીટ આ મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. જો સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરે છે, તો ચિદમ્બરમને જામીન મળવાની સંભાવના ઘટે તેવી શક્યતા છે.
સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે કસ્ટડી દરમિયાન ચિદમ્બરમને 100 કલાકમાં 450 સવાલો પુછવામાં આવ્યા હતા. આ સવાલો મોટેભાગે એફઆઈપીબી ક્લિયરન્સ અને કાર્તિ ચિદમ્બરમ સાથે સંબંધિત હતા.
આ પૂછપરછ દરમિયાન ચિદમ્બરમનો સામનો સિંધુશ્રી ખુલ્લર અને પ્રબોધ સક્સેના સહીત પાંચ વ્યક્તિઓ સાથે કરાવવામાં આવ્યો હતો.