- દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર તૈયાર
- સમુદ્ર અને બંગદાળની ખાડીમાં કરાશે તેનું પરિક્ષણ
- તેનું નિર્માણ કાર્ય વર્ષ 2009 માં કોચીન શિપયાર્ડમાં શરૂ કરાયુ હતું
- 2023 સુધીમાં નેવીમાં સમાવેશ કરવાનું લક્ષ્ય
ભારત અને ચીન સીમા વિવાદ વચ્ચે ભારતને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર એટલે કે વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું નિર્માણ કાર્ય હવે પુરુ થઈ ચૂક્યું છે,આ સમગ્ર કાર્યને આખરી ઓપ આપીને હવે બંગાળનીખાડી અને હિન્દ મહાસાગરમાં તેને પરિક્ષણ માટે ઉતારવામાં આવશે, જો કે આ આઈએનએસ વિક્રાંતનું હાર્બર ટ્રાયલ પૂરૂ થઈ ચૂક્યું છે.
આઈએનએસ વિક્રાંતને મહાસાગરમાં ઉતારીને તેની ક્ષમતાનું અવલોકન કરવામાં આવશે, આ સાથે જ એ બાબતની પૃષ્ટિ કરવામાં આવશે કે. તે હવે દરિયાઈ સુરક્ષામાં સેવા આપવા લાયક સક્ષમ બન્યું છે કે નહી. બેસિન ટ્રાયલ દરમિયાન, આ વિમાનવાહક જહાજમાં વાપરવામાં આવેલ ટેકનોલોજીનું પરીક્ષણ પણ કરવામાં આવશે. હાલમાં ભારતીય નૌકાદળ પાસે આઈએનએસ વિક્રમાદિત્ય નામનું એક જ વિમાન વાહક જહાજ છે.સ્વદેશી ટેક્નોલોજીથી બનાવામાં આવેલા આઈએનએસ વિક્રાંતને વર્ષ 2023 સુધીમાં નેવીમાં સમાવેશ કરવાનું લક્ષ્ય છે.
દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરની ખાસિયતો
- આઈએનએસ વિક્રાંતની લંબાઈ 262 મીટર છે
- તેનું નિર્માણ કાર્ય વર્ષ 2009 માં કોચીન શિપયાર્ડમાં શરૂ કરવામાં આવ્યું હતું
- તેના પર એક સાથે 26 ફાઇટર એરક્રાફ્ટ અને 10 હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે.
- નૌસેના હાલમાં તેના પર મિગ -29 લડાકુ વિમાન તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.
- સ્વદેશી અદ્યતન હળવા હેલિકોપ્ટર ધ્રુવને પણ આ એરક્રાફઅટ પણ તૈનાત કરવામાં આવશે.
- અમેરિકા પાસેથી રોમિયો હેલિકોપ્ટર મળ્યા બાદ તેને આ વિમાનવાહક જહાજ પર પણ ગોઠવી શકાય છે.
ભારતીય નૌકાદળના કાફલામાં આ એરક્રાફ્ટ જોડાયા પછી, તેને વિશાખાપટ્ટનમના પૂર્વમાં તેને તૈનાત કરવાની યોજના બનાવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા પાસેથી ખરીદેલા વિમાનવાહક વિક્રમાદિત્યને આ સમયે ભારતના પશ્ચિમ તટ પર તૈનાત કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેના ત્રણ વિમાનવાહક લડાઇ જૂથો બનાવવાના પ્રયત્નોમાં જોતરાયું છે. કેરિયર બેટલ ગૃપમાં એરક્રાફટ કેરિયર સાથે કેટલાક જંગી જહાજો,હેલિકોપ્ટર્સ અને સબમરિનાનો કાફલો સાથે હોય છે.
સાહીન-