Site icon hindi.revoi.in

નેપાળના ખભા પર ચીનની બંદૂક, ઉત્તરપ્રદેશની પીલીભીત બોર્ડર પરથી ભારતની જાસૂસી

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ વધ્યો છે. તેમજ બોર્ડર ઉપર બંને દેશ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે વિસ્તારવાદી ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. નેપાળની મદદ લઈને ચીન ઉત્તરપ્રદેશની પીલીભીત બોર્ડર ઉપર સુરક્ષા એજન્સીઓની જાસુસી કરતું હોવાનું સામે આવ્યું છે. ચીન દ્વારા સેટેલાઈટ મારફતે પીલીભીતમાં સુરક્ષા જવાનોની તસવીર લેવામાં આવતી હોવાનું જાણવા મળે છે. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશની પીલીભીત-નેપાળ બોર્ડર ઉપર ચીનના સેટેલાઈટ દેખાયું હતું. તેમજ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને એલર્ટ જારી કર્યું હતું. પોલીસ દ્વારા આ પીલીભીત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત બનાવવામાં આવી છે. તેમજ સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે. ડીઆઈજીએ પીલીભીતના એસપી પાસેથી સમગ્ર મામલે અહેવાલ માગ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી સંબંધો સારા રહ્યાં છે. નેપાળના ચીન સાથે પણ મજબુત સંબંધ રહ્યાં છે. દરમિયાન ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે. ત્યારે ભારતના પડોશી દેશ એવા નેપાળનો વિસ્તારવાદી ચીન હથિયાર તરીકે ઉપયોગ કરતું હોવાનું ચર્ચાય રહ્યું છે.

Exit mobile version