Site icon hindi.revoi.in

કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનના એક તરફી નિર્ણયનો ભારતે કર્યો વિરોધ – ફરીથી શીખોને કામ સોંપવા જણાવ્યું

Social Share

કરતારપુર સાહિબ અંગે પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈને ભારતે તેનો વિરોધ કર્યો છે,ભારતે કરતારપુર સાહિબ ગુરુદ્વારાના સંચાલનને અલગ ટ્રસ્ટને સોંપવાના પાકિસ્તાનના નિર્ણયને વખોડ્યો છે, તેમના આ નિર્ણયની નિંદા કરતા કહ્યું હતું કે, તે શીખ સમુદાયની ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ છે. આ બાબતે વિદેશ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે.

બન્ને દેશઓ એ વિતેલા વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં ગુરુદ્વાર કરતારપુર સાહિબથી ભારતના ગુરુદાસપુરમાં ડેરા બાબા સાહેબ સુધી ગલિયારા ખોલીને લોકોને ડોજવાનો એક ઐતિહાસિક નિર્મણ હતો.

વિદેશ મંત્રાલયે આ બાબતે કહ્યું હતું કે, શીખ સમુદાયે ભારતને આપેલા અહેવાલમાં પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સાથે ગુરુદ્વારાનું સંચાલન અને જાળવણી બિન-શીખ સંસ્થા, ‘ઇવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ’ પર સોંપવાની ચિંતા વ્યક્ત કરી છે.

આ સમગ્ર બાબતે કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન તરફથી લેવામાં આવેલો આ એકતરફી નિર્ણય છે. જે નિંદાને પાત્ર છે, જે શીખ સમૂદાયની ભઆવનાને ઠેસ પહોંચાડે છે, ઉલ્લેખનીય છે કે,4 કિલો મીટર લાંબા આ કરતારપુર ગલિયારા પંજાબના ગુરુદાસપુર જીલ્લાના ડેરા બાબા નાનાક અને પાકિસ્તાન સ્થિતિ ગુરુદ્વારા કરતારપુર સાહિબને એક બીજા સાથે સાંકળે છે.

શીખ સમૂદાયએ ભારતને આપેલા અહેવાલમાં દેશમાં લઘુમતી શીખ સમુદાયના ‘અધિકારને લક્ષ્યાંકિત’ કરવાના પાકિસ્તાનના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું, “આ પ્રકારની કાર્યવાહીથી માત્ર પાકિસ્તાની સરકાર અને તેના નેતૃત્વ દ્વારા ધાર્મિક લઘુમતી સમુદાયોના હક્કોના રક્ષણ અને કલ્યાણના વિશાળ દાવાઓની વાસ્તવિકતા પ્રગટ થાય છે.”

તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાંથી અલ્પસંખ્યક સમૂદાય શીખોને પવિત્ર ગુરુદ્વાર કરતારપુર સાહિબના મામલે સંચાલનના અધિકારથી વંચિત કરવા બાબતના મનમાનીના નિર્ણયને બહદલવાનું આગહવાલ કરવામાં આવ્યું છે.

સાહીન-

 

 

 

Exit mobile version