Site icon hindi.revoi.in

MPના CM કમલનાથના ભાણિયા વિરુદ્ધ IT વિભાગની કાર્યવાહી, 254 કરોડની મિલ્કત જપ્ત

Social Share

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઈન્કમટેક્સ વિભાગના બેનામી નિષેધ એકમે રતુલ પુરી અને તેમની ફર્મોની 254 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરી છે. રતુલ પુરી પર રાજીવ સક્સેનાની મદદથી એફડીઆઈના સ્વરૂપમાં નાણાં ભારતમાં લાવવાનો આરોપ છે.

ઈડીએ અગસ્તા- વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા મામલામાં રતુલ પુરી પાસે ગોટાળાના નાણાં મળવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય વાયુસેના માટે 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદી માટે એંગ્લો-ઈટાલિયન કંપની અગસ્તા-વેસ્ટલેન્ડની સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર 2010માં ત્રણ હજાર 600 કરોડ રૂપિયાનું થયું હતું. પરંતુ જાન્યુઆરી-2014માં ભારત સરકારે તેને રદ્દ કરી દીધું હતું. આરોપ છે કે આ કરારમાં 360 કરોડ રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. આ મામલામાં રતુલ પુરીનું પણ નામ આવ્યું હતું. જો કે મામલામાં આરોપીમાંથી તાજના સાક્ષી બનેલા રાજીવ સક્સેનાએ પૂછપરછમાં રતુલ પુરીના નામને છૂપાવ્યું હતું.

હજી તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના થઈ હતી, જેમાં રતુલ પુરી ઈડીની પૂછપરછથી બચવા માટે ચુપકીદીથી પૂછતાછમાંથી ચાલ્યા ગયા હતા. એજન્સીના એક અધિકારીએ જણાવ્યુ કે શુક્રવારે અગસ્તા-વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાના મામલામાં પુરીની પૂછપરછ ચાલી રહી હતી. તે દરમિયાન તેમણે તપાસ અધિકારી પાસે વોશરૂમમાં જવાની રજા માંગી હતી. પરંતુ તે ત્યાંથી ફરાર થયા હતા. જ્યારે તેઓ પૂછપરછ માટે પહોંચ્યા નહીં, તો એજન્સીના અધિકારીઓએ તેમને મોબાઈલ પર ફોન કર્યા હતા. પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ હતો.

Exit mobile version