Site icon hindi.revoi.in

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પાસા હેઠળ 75 જેટલા ગુનેગારોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી લીધા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે સુધરે તે માટે પોલીસ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા દારૂનો વ્યવસાય કરતા બુટલેગર, ટપોરીઓ અને જુગારધામ સંચાલકો ઉપર તવાઈ બોલાવી છે. દરમિયાન 75 જેટલા અસામાજીક શખ્સોની પાકા હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપ્યાં હતા. પોલીસે અસામાજીક તત્વો સામે લાલઆંખ કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ગુનેગારોને અકુંશમાં રાખવા માટે કાયદો કડક બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે પોલીસ પણ વધારે એક્ટિવ બની છે.

Exit mobile version