છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાત રાજ્યને ઘમરોળ્યું છે,ત્યારે ગુજરાતના કેટલાક ગામોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ,તો વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ સર્જાય છે,ત્યારે રાજકોટના મોરબીમાં દિવાલ પડી જવાની ઘટના બની હતી.
રાજકોટના મોરબીમાં દિવાલ પડવાની ઘટનાથી 8 લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે એક દીવાલ તૂટવાની ઘટના બની છે દિવાલ પડતા લોકો કાટમાળ નીચે દબાયા હતા જેમાં 8 લોકોના જીવ ગયા છેત્યારે 10 લોકોને દિવાલ નીચેથી બચાવી લેવામાં આવ્યા છે.આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી,તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે હજુ મૃતકોની સંખ્યા વધી શકે તેવી દહેશત છે..
ત્યારે ગુજરાતમાં દિવાલ પડવાની બીજી ઘટના પણ સામે આવી છે અરવલ્લીના ધનસુરાના આકરૂન્દમાં દીવાલ પડી હતી છે. મકાનની દીવાલ પડતા બે બાળકો દટાયા હતા. જેમાં 6 વર્ષના વૈદિક નામના બાળકનું મોત થયું છે. એક બાળકનો બચાવ થયો છે.
આ ઉપરાંત સતત વરસી રહેલા વરસાદના કારણે તબાહી વધતી જતી છે ક્યાક પાણી ભરાયેલા જોવા મળે છે તો ક્યાક મકાન અને દિવાલ ધરાશય થવાની ઘટનાઓ થતી જોવા મળે છે તો બીજી બાજુ નદીઓના સ્તર ઊંચા જતા નદીઓના પાણી ગામમાં ઘુસી રહ્યા છે ત્યારે દરિયામાં ડૂબી જતા ત્રણ માછીમારોના પણ મોત નિપજ્યા છે.જેમાં 5 માછીમારોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં 10થી વધુ માછીમારો હજી પણ લાપતા છે. પોરબંદર જિલ્લામાં હાલ પવન સાથે વરસાદનુમ જોર યથાવત છે. ત્યારે વહીવટીતંત્ર દ્રારા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે