Site icon hindi.revoi.in

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. દરમિયાન સતત બીજા દિવસે એક હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. 24 કલાકમાં રાજ્યમાં 1020 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 51485 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 837 જેટલા દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.

રાજ્યમાં 24 કલાકમાં દરમિયાન સૌથી વધારે કેસ સુરતમાં સામે આવ્યાં છે. સુરતમાં 256 અમદાવાદમાં 196, વડોદરામાં 80, રાજકોટમાં 55, ભરૂચમાં 27, મહેસાણામાં 24, ભાવનગરમાં 38, ગીરસોમનાથમાં 21, કચ્છમાં 21, ગાંધીનગરમાં 31, જૂનાગઢમાં 30, સુરેન્દ્રનગરમાં 20 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. બીજી તરફ 24 કલાકમાં કોરોના વાયરસની બીમારીમાં 28 દર્દીઓના મોત થયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં આ મહામારીમાં 2229 દર્દીઓના મોત થયાં છે. જો કે, રાહતની વાત એ છે ગુજરાતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 37240 જેટલા દર્દીઓ સાજા થયાં છે.

હાલ રાજ્યમાં 12016 એક્ટિવ કેસ છે. જે પૈકી 78 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 11983 દર્દીઓની હાલત સ્થિત છે. હાલ રાજ્યમાં લગભઘ 3.33 લાખ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયાં છે. બીજી તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.76 લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં છે.

Exit mobile version