Site icon Revoi.in

અમદાવાદમાં 200થી વધારે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જો કે, રાહતની વાત એ છે કે, અમદાવાદમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસમાં સતત વઘાટો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 150થી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. એએમસી દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અત્યારે અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસના કેસને પગલે હાલ અમદાવાદમાં હાલ 228 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે.

અમદાવાદ શહેરના ઈસનપુર, લાંભા, ઘોડાસર, મણિનગર, શાહીબાગ, ભાઈપુરા, નરોડા, ચાંદલોડિયા, સરખેજ અને વિસ્તારની અનેક સોસાયટીઓ હાલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ડોર ટુ ડોર સરવેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદના 17 વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવતા આ વિસ્તારોને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા દ્વારા રેપિટ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં એસટી બસ સ્ટેન્ડ, મોલ, વિવિધ માર્કેટ અને ધાર્મિક સ્થળો પર રેપિટ ટેસ્ટની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.