Site icon Revoi.in

બાંગ્લાદેશ માટે ભારત કેટલું મહત્વ ધરાવે છે?

Social Share

બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના ગુરુવારે ભારત રવાના થયાના એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં મુખ્ય ચર્ચા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને હતી. વિદેશ પ્રધાન એ. કે. અબ્દુલ મોમિન જ્યારે મીડિયા સાથે રૂબરૂ થયા તો તેમની સામે દિલ્હી સાથે જોડાયાલે સવાલ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સવાલોના ક્રમમાં તે આખરમાં રહ્યા હતા. એ. કે. અબ્દુલ મોમિને કહ્યુ છે કે મ્યાંમાર સત્યાપન બાદ તમામ રોહિંગ્યા શરણાર્થીઓને નાગરીકતા ઓળખપત્ર આપવા માટે તૈયાર થઈ ગયું છે.

બાંગ્લાદેશ માટે તેને એક મોટી જીત ગણાવતા વિદેશ પ્રધાને કહ્યુ છે કે રોહિંગ્યા શરણાર્થીઓની દેશવાપસીનો માર્ગ બાંગ્લાદેશ અને મ્યાંમારની વચ્ચે ન્યૂયોર્કમાં ચીનની મધ્યસ્થતાથી થયેલી વાતચીત બાદ ખુલ્યો છે.

ગત બે વર્ષોથી લગભગ 10 લાખ રોહિંગ્યા શરણાર્થીઓનો બોજો સહન કરી રહેલા બાંગ્લાદેશમાં સામાન્ય અભિપ્રાય છે કે ભારતે આ મામલામાં માત્ર રાજનીતિ કરી છે, પોતાની જવાબદારી નિભાવી નથી.

મ્યાંમાર આવશે ભારતની નજીક?

ઢાકા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય મામલાના પ્રોફેસર ઈમ્તિયાઝ અહમદે વ્યંગાત્મક લહેજામાં કહ્યુ છે કે મને લાગે છે કે આ તો નીતિનિર્ધારકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંધારામાં રાખ્યા છે અથવા બની શકે કે આ તેમનો જ આઈડિયા હોય કે તેઓ બાંગ્લાદેશના મુકાબલે મ્યાંમાર સાથે દોસ્તી કાયમ કરી લેશે. અથવા પછી એ પણ હોઈ શકે કે તેઓ વિચારી રહ્યા હોય કે આવા પ્રકારે મ્યાંમાર ચીનથી દૂર થઈને ભારતની નજીક આવી જશે.

તેઓ પોતાની વાતોને આગળ વધારતા કહે છે કે એ યાદ રાખવું જોઈએ કે ચીન ત્યારે પણ મ્યાંમારની સાથે ઉભું હતું, જ્યારે આખી દુનિયાએ તેની વિરુદ્ધ પ્રતિબંધ લગાવેલા હતા, માટે આ દૂરની વાત છે કે મ્યાંમાર ભારતને ચીનના મુકાબલે મહત્વ આપશે.

જાણકારો પ્રમાણે, ભારત માટે આ ઘણો જ સારો મોકો હતો, શેખ હસીના અને આંગ સાન સૂ ચીની સાથે મળીને વાતચીતને આગળ વધારવાનો, કારણ કે બંને નેતાઓના સંબંધ દિલ્હી સાથે સારા છે. પરંતુ બારતે તે અવસર ગુમાવી દીધો અને ચીને મોકાને હાથથી જવા દીધો નથી.

અહમદના પ્રમાણે, ભારતને તેનો ફાયદો કદાચ થઈ રહ્યો છે. પરંતુ બાંગ્લાદેશ ચીનની વધુ નજીક આવી શક્યું છે.

બાંગ્લાદેશથી ભારતને ફાયદો

બાંગ્લાદેશમાં ઘણાં લોકો એ કહેતા મળી જાય છે કે બાંગ્લાદેશને ભારતની એટલી જરૂર નથી, કે જેટલી ભારતને બાંગ્લાદેશની છે.

પ્રોફેસર ઈમ્તિયાઝ અહમદનું કહેવું છે કે વધુ કેટલાક માટે નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ માટે તો ભારત બાંગ્લાદેશ પર નિર્ભર છે.

વરિષ્ઠ પત્રકાર તૌફીક ઈમરોઝ કહે છે કે બાંગ્લાદેશની મદદના કારણે ભારતને સુરક્ષા ક્ષેત્રમાં થનારા ખર્ચમાં લાખો ડોલરની બચત થઈ રહી છે.

ચાર હજાર કિલોમીટરથી વધારે લાંબી ભારત-બાંગ્લાદેશ બોર્ડરનો ઉપયોગ ઉત્તર-પૂર્વ ભારતના ઘણાં કટ્ટરપંથી સમૂહ સીમાપાર જઈને પોતાની ગતિવિધિઓ ચાલુ રાખવા માટે કરતા હતા.

પરંતુ બોર્ડર પાર આવાગમનને 2008માં આવેલા શેખ હસીના હકૂમતે સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે.

બાંગ્લાદેશના ચટગાંવ અને મોંગલા પોર્ટ પણ ઉત્તર-પૂર્વમાં વેપાર માટે ખોલી દેવામાં આવ્યા છે.

પરંતુ વરિષ્ઠ પત્રકાર તૌફીક ઈમરોઝ પ્રમાણે, તીસ્તા નદી પાણી વહેંચણી જેવા થંભી ગયેલા મામલા શેખ સહીના માટે મુશ્કેલી પેદા કરી શકે છે.

તૌફીક ઈમરોઝ પ્રમાણે, બાંગ્લાદેશી આ પ્રકારે ભારતથી બેહદ નારાજ છે, આ મામલો ગત લગભગ 10 વર્ષથી જેમનો તેમ છે. જ્યારે 2010માં વડાપ્રધાન મનમોહનસિંહ અહીં આવ્યા હતા, ત્યારે લાગ્યુ કે જેમ સમજૂતી પર હસ્તાક્ષર થઈ જશે. બાદમાં જ્યારે આપણા વડાપ્રધાન ભારત ગયા તો લાગ્યુ કે ચાલો આ વખતે આ થઈ જશે, પરંતુ આમ થઈ શકે નહીં. કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળની સરકાર આનો વિરોધ કરી રહી છે.

ભારતના દબાણમાં છે શેખ હસીના?

બાંગ્લાદેશના લોકોમાં એક ધારણા એ છે કે કોઈ કારણથી શેખ હસીના ભારતના દબાણમાં છે અને ત્યાંથી કંઈ નહીં મળ્યા બાદ પણ ભારતની મદદમાં આગળ રહે છે.

તૌફીક ઈમરોઝ માને છે કે રાજકીય રીતે તીસ્તા જેવા મામલા વડાંપ્રધાન શેખ હસીનાની સરકારને નુકસાન પહોંચી શકે છે. માટે તેનો નિપટારો ઝડપથી થવો જોઈએ.

50થી વધારે નદીઓ બંને દેશોની વચ્ચે વહે છે, પરંતુ 1996 ગંગા સમજૂતી બાદ બંનેમાં પાણીની વહેંચણીને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી.

જો કે આ વખતે પ્રવાસ પહેલા હકૂમતે નાદીઓ પર ચર્ચાની વાત પણ કહી છે, પરંતુ ઢાકામાં માનવામાં આવી રહ્યુ છે કે આના પર કોઈ પ્રગતિ નહીં થાય.

શેખ હસીનાના ચાર દિવસોની દિલ્હી યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે 10થી 12 સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે 100થી વધારે સમજૂતી થઈ છે. પરંતુ આ પ્રવાસને લઈને પણ બાંગ્લાદેશમાં ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો નથી.

ભારત-બાંગ્લાદેશ વેપાર

અર્થશાસ્ત્રી ફહમીદા ખાતૂન બંને દેશોની વચ્ચે વધતા વેપાર નુકસાનને પણ તણાવને મોટું કારણ ગણાવે છે, જે તેમના પ્રમાણે ગત વર્ષ સુધી સાત અબજ ડોલર વાર્ષિક પર પહોંચી ગયું હતું.

ફહમીદા ખાતૂન કહે છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે વેપારના મામલામાં પણ બાંગ્લાદેશ નુકસાનમાં છે. બાંગ્લાદેશની ભારતમાં નિકાસ ઓછી છે અને આયાત અધિક. તમે જોશો કે ભારતને જે ઘણો માલ અન્ય સ્થાનો પરથી ખરીદી રહ્યું છે, તેનું ઉત્પાદન બાંગ્લાદેશ પણ કરે છે અને ભારત ચાહે તો બાંગ્લાદેશ પણ તે માલ તેને સપ્લાય કરી શકે છે.

ઘણાં વેપારી નોન ટેરિફ બેરિયરની વાત પણ કરે છે.

હાલ આ તમામ કંઈક ચાલુ છે જ કે બોર્ડરના કિનારાના વિસ્તારમાં એક ચિંતા જે આજકાલ ઘણી વધારે છે, તે છે આસામમાં થયેલ એનઆરસીમાં નાગરીકતા રજિસ્ટરથી બહાર રહી ગયેલા લોકોને બાંગ્લાદેશમાં ધકેલી દેવાની શક્યતાની.

જો કે બાંગ્લાદેશી નેતાઓની સાથે વાતચીતમાં ભારત તેને આંતરીક મામલો ગણાવે છે, પરંતુ ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કથિત ઘૂસણખોરોને બાંગ્લાદેશી બોલાવવાથી આ મામલા પર ચિંતા અને ચર્ચા ઓછી થઈ રહી નથી તેવું બાંગ્લાદેશમાં લાગી રહ્યું છે.