Site icon hindi.revoi.in

ગૃહમંત્રી અમિત શાહને મોડી રાતે એમ્સમાં દાખલ કરાયા – થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો

Social Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યા ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે,હમણા થોડા દિવસો પહેલા જ અમિતશાહએ કોરોનાને માત આપી હતી, ત્યારે ફરી તેમની તબિયતમાં સુધારો ન જણાતા તેઓને એઈમ્સમાં દાખલ કરવાની ફરજ પડી હતી ,અહી ડોક્ટર રણદીપ ગુલેરીયાની આગેવાનીમાં ડોક્ટર્સની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહને વિતેલી મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ,તેમને હાલ પ્રાઈવેટ રુમમાં રાખવામાં આવ્યા છે, ડોક્ટરની ટીમ દ્વારા તેઓ સતત ઓબ્ઝર્વેશન હેઠળ છે, જો કે હજી તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી મળી નથી કે કયા કારણોસર તેમની તબિયત બગડી હતી.

ઉલ્લેખનીય છે કે તેઓ 2જી ઓગસ્ટના રોજ કોરોના પોઝેટિવ આવતા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા થોડા દિવસો પહેલા જ 14 ઓગસ્ટના રોજ  તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને આ વાતની જાણ પોતે અમિત શાહ દ્વારા જ આપવામાં આવી હતી,ત્યારે ફરી અચાનક વિતેલી રાતે તેમની તબિયત અસ્વસ્થ જણાઈ હતી,હાલ તેઓ સારવાર હેઠળ છે.

સાહીન-

Exit mobile version