નવી દિલ્હી : ઓટો સેક્ટરમાં મંદીની અસર ચારે તરફ જોવા મળી રહી છે. મંદીની મારને જોતા હિંદુજા સમહૂની કંપની અશોક લીલેન્ડે પણ પોતાના કર્મચારોની સંખ્યામાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. કંપનીએ તેના માટે કાર્યકારી સ્તરના કર્મચારીઓને નોકરી છોડવાની(VRS & ESS) ઓફર આપી છે. મહત્વપૂર્ણ છે કે કંપનીના કર્મચારી પહેલા જ બોનસ વધારવાની માગણીને લઈને હડતાલ કરી રહ્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, કંપનીના કર્મચારી યૂનિયનનું કહેવું છે કે યૂનિયને હડતાળ ચાલુ રાખી છે. મેનેજમેન્ટે સોમવાર સુધી ફેક્ટરીમાં કામ બંધ કર્યું હતું. યૂનિયને કહ્યું છે કે સમાધાન નહીં થવા સુધી હડતાળ ચાલુ રહેશે. તો યુનિયનમાં બોનસમાં 10 ટકાના વધારાની માગણી કરી છે. બીજી તરફ મેનેજમેન્ટ બોનસમાં પાંચ ટકાના વધારા માટે તૈયાર છે. સમૂહે કર્મચારોને નોટિસ જાહેર કરીને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના(VRS) અને કર્મચરી અલગાવ યોજના (ESS) ની ઓફર આપી છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સના જણાવ્યા પ્રમાણે, ઓટો સેક્ટરમાં 10 લાખ નોકરીઓ જવાનો ખતરો વધી ગયો છે. સિયામનું કહેવું છે કે સ્થિતિ નહીં સુધરે, તો વધુ નોકરીઓ જવાની શક્યતા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)નો દાવો છે કે ત્રણ માસ (મેથી જુલાઈ)માં રિટેલ વિક્રેતાઓએ લગભગ બે લાખ કર્મચારીઓની છટણી કરી છે.
એફએડીએનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં સ્થિતિમાં સુધારણાની સંભાવના નથી. ભવિષ્યમાં છટણીની સાથેજ વધુ શોરૂમ બંધ થવાની શક્યતા છે. એફએડીએના પ્રમાણે, 18 માસ દેશમાં 271 શહેરોમાં 286 શોરૂમ બંધ થઈ ચુક્યા છે. તેના કારણે 32 હજાર લોકોની નોકરીઓ ચાલી ગઈ હતી. 2 લાખની છટણી આના સિવાય થઈ છે.