Site icon Revoi.in

અનલોક-3 દરમિયાન રાજ્યની યુનિવર્સિટી અને કોલેજમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા GUSS ની રાજ્ય સરકારને માંગણી

Social Share

સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે,કોરોનાના સંક્રમણના સતત વધતા કહેરને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે,કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકામાં દેશભરની શાળાઓ અને કોલેજોમાં આવનારી ૩૧ ઓગસ્ટ સુધી વર્ક ફ્રોમ લંબાવવાના સુચનો આપવામાં આવ્યા છે, જો કે કેન્દ્ર સરકારના આદેશો બાદ પણ હજી સુધી રાજ્યની સરકાર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટ આદેશ કે ,સુચનો આપવામાં આવ્યા નથી ,જેને લઈને વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો ભારે મુંજવણમાં મૂકાયા છે.

શિક્ષણ વિભાગની આ જાહેર કરવામાં આવેલી સુચના પ્રમાણે રાજ્યભરના તમામ અધ્યાપકો અત્યારે માઈક્રોસોફ્ટ ટીમ, ગુગલ મિટ કે ઝૂમ જેવી વિડીઓ કોન્ફરન્સીંગ એપના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપી જ રહ્યા છે,આ સાથે જ શિક્ષકો દ્રારા રોજે-રોજ લેવામાં આવતા ક્લાસની સંપૂર્ણ વિગતો પણ જે તે શાળા કે કોલેજના આચાર્યો મારફત નિયમિત પણે શિક્ષણ વિભાગને મોકલવામાં આવી જ રહી છે. આ રીતે અધ્યાપકો દ્રારા શૈક્ષણિક કામગીરી  નિયમીત રુપે અડચણ વગર ચાલી રહી છે, જો કે તેમ છત્તાં રાજ્ય સરકાર દ્વારા વર્કફ્રોમ હોમ સંદર્ભે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી.

આ સમગ્ર બાબતે  વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના હિતને ધ્યાનમાં રાખતા ગુજરાત યૂનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્રારા રાજ્ય સરકારને આ વર્કફ્રોમ-હોમ સંદર્ભે સ્પષ્ટ દિશા નિર્દેશ જાહેર કરવા તેમજ ઓગસ્ટ માસના અંત સુધી વર્કફ્રોમ-હોમ લંબાવવાની માંગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા આ સ્પષ્ટતા ન કરવાના કારણે અનેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઘરેથી કામ કરવા બાબતે મુંઝવણમાં મૂકાયા છે,હાલ કેટલાક અધ્યાપકો પોતાના વતનથી કામ કરી રહ્યા છે ત્યારે 3 ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે, ત્યાર બાદ અધ્યાપકો અને બહાર રહેતા વિદ્યાર્થીઓ એ શાળા કે કોલેજમાં આવવું કે નહી, તે બાબતે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે.જેને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાબતે આદેશ આપે તે જરુરી છે.