Site icon Revoi.in

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્રારા ગુજરાતમાં સ્વેચ્છાએ મીની લોકડાઉનની અપીલ કરાઈ

Social Share

સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડત આપી રહ્યું છે, ત્યારે દેશમાં દિવાળી જેવા  તહેવારો બાદ જાણે સંક્રણનો રાફળો ફાટ્યો છે, દેશની રાજધાની દિલ્હી કોરોના મામલે મોખરે છે,ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. જેથી આ ડરના કારણે અને વધુ કોરોના ન પ્રસરે તે માટે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્રારા વેપારીઓને તેમની અનુકૂળતા પ્રમાણે લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના વેપારીઓને પાંચમ અને સાતમના મુહૂર્તને સાચવી લઈને જ્યારે પણ જરૂર પડે તે પ્રમાણે અને પોતાની અનુકુળતા મુજબ  લોકડાઉનનો અમલ કરવાની અપીલ કરાઈ છે .ગુજરાતની મેગા સિટી અમદાવાદમાં સતત કોરોનાનો રાફળો ફાટ્યો છે, નવા વર્ષની રાતે અહી કેસો વધતા ખાલી પડેલા બેડ ભરાયા છે,તાત્કાલિક નવા વોર્ડ ઊભા કરવાની જરુર પડી હતી,

વિતેલા દિવસને મંગળવારના રોજ સિવિલ હોસ્પિટલમાં રેકોર્ડબ્રેક 112 કોરોનાના કેસ આવ્યા છે. નવા આવેલા 112 કેસમાંથી મોટા ભાગના દર્દીઓની સ્થિતિ ખરાબ જોવા મળી છે.સમગ્ર સિવિલ હોસ્પિટલથી લઈને પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ ડોક્ટરોની ભાગદોડ થવા પામી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 665 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી દહેશત ફેલાવી છે, લોકોને ખરીદી કરવાનું ,માર્કેટમાં જવાનું, વગર માસ્કે ફરવાનું હવે ભારે પડી રહ્યું છે, કોરોના વાયરસે હવે અમદાવાદ શહેરને ફરીથી ઝકડી લીધું છે.

અમદાવાદ શહેરમાં કોરોના કેસની સંખ્યામાં અચાનક વધારો થવા પામતા તંત્રની ઊંધ બગડી છે. ખાસ કરીને ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થતાની સાથે અનેક લોકો અને તંત્રની ચિંતા પણ વધી છે.400 થી વધુ દર્દીઓ હાલ સીવિલમાં ઓક્સિજન પર છે. આવી સ્થિતિમાં ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને સ્વેચ્છાએ લોકડાઉન કરવાની અપીલ કરીને કોરોનાના કેસને કાબુમાં લેવાનો એક નાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

સાહીન-