Site icon hindi.revoi.in

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધુ વરસાદ, કચ્છને મેઘરાજાએ કર્યું તરબોળ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ કચ્છ ઉપર હેત વરસાવ્યું હોય તેમ અત્યાર સુધીમાં 241.73 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં વરસી રહેલા સતત વરસાદના કારણે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ છે અને અનેક જળાશયો છલકાયાં પણ છે.

ગુજરાતમાં વર વર્ષે ચોમાસામાં સૌથી વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસે છે. જો કે, આ વર્ષે વરસાદ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મનમુકીને વરસ્યાં છે. કચ્છમાં અત્યાર સુધીમાં 39.21 ઈંચ એટલે કે 241.73 ટકા, સૌરાષ્ટ્રમાં 39.88 ઈંચ સાથે 149.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ એટલે કે 99.24% વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 97.24 ટકા , ઉત્તર પૂર્વ ગુજરાતમાં 83.00 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને સુરતમાં 100 ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે.

રાજ્યના 15 તાલુકામાં 200 ટકાથી વધારે વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છના અબડાસા, અંજાર, ભુજ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નખત્રાણા, ટંકારા, જામ જોધપુર, કાલાવડ, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુરા અને ગઢડામાં પણ 200 ટકા કરતા વધારે જ્યારે ખંભાળિયામાં 317.92 ટકા વરસાદ નોંધાયો છે.

Exit mobile version