Site icon hindi.revoi.in

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી તા. 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે આજથી પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જો કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં નથી. વિધાનસભાની આઠ બેઠકો ઉપર આગામી તા. 3 નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક એમ આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હતા. જેથી વિધાનસભાની મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક ખાલી પડી હતી. વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયાર શરૂ કરી લીધી છે. કોરોનાને લીધે આ પેટાચૂંટણીમાં 565 જેટલા વધુ બુથ રાખવામાં આવશે. આઠ બેઠકો માટે કુલ 3024 બુથ બનાવવામાં આવશે. આજથી 27 જેટલી ફ્લાઈંગ સ્કવોર્ડ આઠ બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે. દરમિયાન આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તા. 16મી નવેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.  ઉમેદવાર રૂબરૂ જઇને અથવા તો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.  તા. 16મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જ્યારે તા. 19મી ઓકટોબર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે.

Exit mobile version