Site icon hindi.revoi.in

અયોધ્યામાં ભુમિ પૂજનની ભવ્ય તૈયારીઓ-RSS પ્રમુખ મોહન ભાગવત લખનૌ પહોંચ્યા

Social Share

અયોધ્યા નગરીમાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના નિર્માણ માટે ભુમિ પૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે એક દિવસ પહેલા અયોઘ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ શુભ અવસર પર પીએમ મોદી સાથે કેટલીક મહાન હસ્તીઓની પણ હાજરી રહેશે,આ માટેની તૈયારીઓ આમ તો સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે,તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આવતી કાલે અયોધ્યામાં ભુમી પૂજનની વિધી પત્યા બાદ રામ મંદિર નિર્માણનું કાર્ય ખુબ જ ઝડપી ગતિએ આગળ વધશે,આ સમગ્ર અવસરને લઈને અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે,એક તહેવાર જેવો માહોલ અહીલ જોવા મળી રહ્યો છે,આ સાથે જ પીએમ મોદીના આગમનને લઈને સુરક્ષાનો ચુલ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે,તે સાથે જ કોરોનાની મહામાનીના કારણે અનેક નિયમોનું પણ ચુસ્તપણે અમલીકરણ કરાવવામાં આવશે,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી વિતેલા દિવસ સોમવનારના રોજ અયોધ્યા ખાતે સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવી પહોંચ્યા.

આ ભુમિ પૂજનમાં સામેલ થવા માટે મહેમાનોનું આગમન શરુ થઈ ચૂક્યા છે,સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ લખનૌ પહોચી ચૂક્યા છે,અહીથી તેઓ અયોધ્યા માટે રવાના થયા હતા.આ સાથે જ ગુજરાતના સાત મહાસંતોને પણ ભુમિ ભૂજન પૂજન કરવાની તક મળી છે,દરેક સંતો અમદાવાદ માટે રવાના થયા છે,આ સંતો સાત કીલો ચાંદી ટ્રસ્ટને ભેટ આપશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ જન્મભૂમિ ખાતે ક્રોસિંગ ગેટ ત્રણ પરથી પ્રવેશ લઈ શકે છે. આ વિસ્તારમાં સુરક્ષાનું સ્તર વધારી દેવામાં આવ્યું છે.

સાહીન-

Exit mobile version