Site icon hindi.revoi.in

Budget 2019: ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 5 વર્ષમાં 100 લાખ કરોડનો કરાશે ખર્ચ, ગામડા-શહેરોની અંતર ઘટાડવાની થશે કોશિશ

Social Share

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટને રજૂ કરતા ઘોષણા કરી છે કે સરકાર કૃષિ ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ કરશે. કૃષિ ક્ષેત્રમાં વેલ્યૂ એડીશન માટે ખાનગી ક્ષેત્રમાં ઉદ્યમિતાને પ્રોત્સાહીત કરવામાં આવશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દાળના મામલામાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોના વખાણ કર્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દાળના મામલામાં પણ ભારત આત્મનિર્ભર બની જશે. હાલ તલ અને ખાદ્ય તેલની ઘરેલુ ખપતને પૂર્ણ કરવા માટે ભારતને ઘણી આયાત કરવી પડે છે. ગત વર્ષોમાં દાળના ઉત્પાદનમાં તેજી જોવા મળી છે.

સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પ્લાસ્ટિક વેસ્ટ સહીત હરિત વસ્તુઓના ઉપયોગ કરવા 30 હજાર કિલોમીટરની સડકો બનાવવામાં આવશે. અત્યાર સુધી દેશની 97 ટકા વસ્તીને તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટી સુલભ કરાવાઈ ચુકી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ત્રીજા તબક્કામાં 125000 કિલોમીટરની સડકોનો પુનરોદ્ધાર કરવામાં આવશે. તેના પર 80250 કરોડ રૂપિયા ખર્ચનું અનુમાન છે. નાણાં પ્રધાને કહ્યુ છે કે દશ હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવામાં આવશે.

સરકારે પોતાના દરેક કાર્યક્રમમાં ગામ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે. તેમણે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પ્રસ્તાવ પણ કર્યો છે. જેથી ફિશરીઝ ક્ષેત્રમાં મૂળભૂત સુવિધાઓની ઉણપને પૂર્ણ કરી શકાય. સરકાર 2022 સુધી ગ્રામીણ ક્ષેત્ર દરેક ઈચ્છુક પરિવારને વીજળી અને એલપીજી કનેક્શન સુલભ કરાવશે. મફત એલપીજી સ્કીમ અને વીજ કનેક્શન ગ્રામીણ ક્ષેત્રમાં પરિવર્તન લઈને આવશે.

સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 1.95 કરોડ મકાન બનાવશે. નાણાં પ્રધાને કહ્યુ છે કે પીએમએવાઈ હેઠળ મકાન બનાવવાની અવધિ ઘટીને 114 દિવસની રહી ગઈ છે. જ્યારે 2015-16માં 314 દિવસ લાગતા હતા. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના કારણે મકાન બનાવવાની અવધિ ઘટી છે. ઈકોનોમિક વેલ્યૂ ચેનમાં 50 હજાર કારીગરોને લાવવા માટે નવા ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે.

Exit mobile version