નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાતપણે રિટાયર કર્યા બાદ વધુ એક મોટું પગલું ભર્યું છે. ઈન્કમટેક્સ વિભાગમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સરકારે 15 વરિષ્ઠ અધિકારીઓને બળજબરીથી સેવાનિવૃત્ત કરી દીધા છે. આમા મુખ્ય કમિશનર, કમિશનર અને અધિક કમિશનર સ્તરના અધિકારી સામેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ – 56 હેઠળ નાણાં મંત્રાલયે આ અધિકારીઓને સમય કરતા પહેલા રિટાયરમેન્ટ આપી દીધું છે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકારી વિભાગની સ્વચ્છતા એટલે કે નક્કામા અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવાનો ઘટનાક્રમ ચાલુ છે. મંગળવારે ફરીથી સરકારે 15 વરિષ્ઠ અધિકારીઓને બળજબરીથી રિયાટર કરવાનો નિર્ણય કર્યો છે.
આના પહેલા પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ કડક નિર્ણય કર્યો હતો. ગત સપ્તાહે 12 વરિષ્ઠ અધિકારીઓને નાણાં મંત્રાલયે ફરજિયાતપણે રિટાયર કરી દીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ-56 પ્રમાણે નાણાં મંત્રાલયે આ અધિકારીઓને સમય પહેલા રિટાયરમેન્ટ આપી રહી છે.