Site icon Revoi.in

ગુજરાત સરકાર માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વારે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવીને માસ્ક નહીં પહેરનારને કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવાના કરેલા આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ આ અપીલ ઉપર આજે જ સુનાવણી કરવા માટે એસજીએ વિનંતી કરી હોવાનું પણ જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક વગર ફરતા લોકોને પકડીને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહીં પહેનાર લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાનો આદેશ કર્યો હતો. ગઈકાલે હાઈકોર્ટે કરેલા આદેશ બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીની બેઠક મળી હતી. જેમાં હાઈકોર્ટના આદેશ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દરમિયાન ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હોવાનું જાણવા મળે છે. માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશના પાલન અંગે અસમંજસમાં મુકાયેલી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમજ એસજીએ આ અપીલ ઉપર આજે જ સુનાવણી હાથ ધરવા માટે વિનંતી પણ કરી હોવાનું જાણવા મળે છે.