Site icon hindi.revoi.in

Budget 2019 : ગરીબોને ગિફ્ટ, અમીરોને કોડો, મિડલ ક્લાસને મલમની કોશિશ

Social Share

મોદી કેબિનેટે કેન્દ્રીય બજેટને મંજૂરી આપી દીધી છે. બજેટ-2019ને મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે.

સૈન્ય શસ્ત્રસરંજામની ખરીદી પર કોઈ કસ્ટમ ડ્યૂટી લગાવાઈ નથી

સંરક્ષણ બજેટમાં કોઈ પરિવર્તન થયું નથી. સેનાના આધુનિકીકરણ માટે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

પેટ્રોલ-ડીઝલ પર લાગશે એક-એક રૂપિયાનો વધારાનો સેસ, ઈલેટ્રોનિક વાહનો પર મળશે પ્રોત્સાહન

સોના અને બહુમૂલ્ય ધાતુઓ પર ઉત્પાદન શુલ્ક દશ ટકાથી વધારીને 12.5 ટકા કરાયું.

મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે કેટલીક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં કરવામાં આવશે વધારો

પાંચ કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો પર સાત ટકા વધારાનો સરચાર્જ. બેથી પાંચ કરોડ રૂપિયાની મર્યાદામાં ત્રણ ટકાનો સરચાર્જ.

5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં, સ્લેબમાં ફેરફાર નહીં, રોકાણ પર છૂટમાં વધારો

બેથી પાંચ કરોડ રૂપિયા સુધીની આવકવાળા લોકો પર લાગશે ત્રણ ટકા સરચાર્જ

કેશમાં બિઝનસ પેમેન્ટને હતોત્સાહિત કરવા માટે લાગશે ટીડીએસ. બેંકમાંથી એક કરોડ રૂપિયાના ઉપાડ પર આપવો પડશે બે ટકા ટેક્સ.

એકાઉન્ટમાંથી વર્ષમાં કાઢવામાં આવશે એક કરોડ, તો 2 લાખ રૂપિયાનો ટીડીએસ કાપશે બેંક

મિડલ ક્લાસ માટે મોદી સરકારે મોટું એલાન કર્યું છે કે હવે 45 લાખ રૂપિયાનું મકાન ખરીદવા પર વધારાના 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી છૂટને હવે બે લાખથી વધારીને 3.5 લાખ કરવામાં આવી છે. આના સિવાય 2.5 લાખ રૂપિયા સુધીના ઈલેક્ટ્રોનિક વ્હીકલની ખરીદી પર પણ છૂટ આપવામાં આવશે.

આધાર કાર્ડથી ભરી શકાશે ઈન્કમટેક્સ રિટર્ન. પેન કાર્ડની જાણકારી આપવી જરૂરી નથી

સસ્તા મકાનો માટે વ્યાજ પર મળશે 3.5 લાખ રૂપિયાની છૂટ

400 કરોડ રૂપિયાના રિટર્ન પર કંપનીઓ પર લાગશે 25 ટકા કોર્પોરેટ ટેક્સ

હવે કોર્પોરેટ ટેક્સની મર્યાદામાં 0.7 ટકા કંપનીઓ

દ્રષ્ટિહીન લોકો માટે 1,2,5 અને 10 રૂપિયાના વિશેષ સિક્કા કરાશે તૈયાર

ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાશે. વ્યાજ પર પણ મળશે રાહત

કોર્પોરેટ ટેક્સની મર્યાદા વધારવામાં આવી. 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને મળશે છૂટ

મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષોમાં 100 લાખ કરોડ રૂપિયાનું કરશે રોકાણ

નિર્મલા સીતારમણે ઈમાનદાર ટેક્સપેયર્સને ધન્યવાદ આપ્યા

ઈલેક્ટ્રિક કાર પર હવે ચાર ટકા ટેક્સ લાગશે. ખરીદદારોને મળશે છૂટનો લાભ

ડાયરેક્ટ ટેક્સ વસૂલી વધીને 11.37 લાખ કરોડ રૂપિયા થઈ

ડાયરેક્ટ ટેક્સ વસૂલીમાં 78 ટકાનો વધારો થયો છે.

પ્રત્યક્ષ કરમાંથી મળનારા મહેસૂલમાં ઘણો વધારો થયો

એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થશે.

ડિઈન્વેસ્ટમેન્ટ પર સરકારનું મોટું ફોકસ રહેશે

ભારતની બજેટીય ખાદ્ય પાંચ ટકાથી પણ ઓછી

નેત્રહીનો માટે 5 અને 10 રૂપિયાના નવા સિક્કા બનશે

સરકારે 2019-20માં એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયા ડિસઈન્વેસ્ટમેન્ટથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

મહિલા સ્વયં સહાયતા સમૂહ યોજનાને દેશના દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવશે.

મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાવર્ગને અવગત કરવા માટે ગાંધીપીડિયા તૈયાર કરાશે

મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષોમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ગત ચાર વર્ષોમાં ચાર લાખ કરોડ રૂપિયાના એનપીએની રિકવરી થઈ છે. ગત એક વર્ષમાં એનપીએ ઘટીને એક લાખ કરોડ રૂપિયા રહી ગયો છે.

પ્રવાસી ભારતીયોને સ્વદેશ વાપસીના તત્કાલ બાદ આધાર કાર્ડ આપવામાં આવશે. અત્યાર સુધી 180 દિવસ જોવી પડતી હતી રાહ.

જાહેરક્ષેત્રની બેંકોની ઋણ સંબંધિત જરૂરિયાતો માટે 70 હજાર કરોડ રૂપિયા વધુ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ

એ દેશોમાં ભારતીય દૂતાવાસો સ્થાપિત થશે, જ્યાં અત્યાર સુધી ભારતનું રાજદ્વારી મિશન ન હતું.

ખેલો ઈન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની થશે શરૂઆત. ખેલાડીઓના વિકાસ માટે મોટું અભિયાન

સરકાર 17 પર્યટન સ્થાનોને વિશ્વસ્તરીય સ્થાનો તરીકે વિકસિત કરી રહી છે.

ભારતની જળ સુરક્ષા અને નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું સરકારની પ્રાથમિકતા

રોકાણ- વિદેશ પર કેન્દ્ર સરકારની નજર

નાણાં પ્રધાને ઘોષણા કરી છે કે અમારી સરકાર વિદેશ નીતિ પર પણ ભાર મૂકાય રહ્યો છે. તેના માટે સરકાર જે જગ્યાએ હાલ આપણા દૂતાવાસ નથી, તે દેશોમાં દૂતાવાસ ખોલવા પર ભાર મૂકવામાં આવશે. સરકાર નાણાંકીય વર્ષ 2019-20માં અન્ય ચાર નવા દૂતાવાસ ખોલવા ચાહે છે. સરકારનું લક્ષ્ય મૂળભૂત સુવિધાઓમાં 100 લાખ કરોડ રૂપિયાના રોકાણનું છે.

એનઆરઆઈ માટે સરકારની મોટી ઘોષણા

વિદેશમાં વસવાટ કરતા ભારતીયો માટે સરકારે મોટું એલાન કર્યું છે. હવે એનઆરઆઈને ભારત આવતાની સાથે જ આધાર કાર્ડ આપવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. તેની સાથે જ હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાન જરૂરત નથી. અમારી સરકારનું લક્ષ્ય છે કે 17 પર્યટન સ્થાનોને વૈશ્વિક સ્તરના બનાવવામાં આવશે.

મહિલાઓ માટે અલગથી ઘોષણા

મહિલાઓ માટે મોદી સરકારે અલગથી ઘોષણા કરી છે. કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યુ છે કે મહિલાઓના વિકાસ વગર દેશનો વિકાસ થઈ શકે નહીં. નાણાં પ્રધાને ઘોષણા કરી છે કે જનધન ખાતાધારક મહિલાઓને પાંચ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. વીજળીને લઈને તેમણે કહ્યુ છે કે અમારી સરકારે 36 કરોડ એલઈડી બલ્બ વહેંચ્યા છે. તેના દ્વારા દેશના 18431 કરોડ રૂપિયાની વાર્ષિક બચત થઈ છે. મોટા સ્તર પર રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ કરાઈ રહ્યા છે.

સ્ટેન્ડ અપ ઈન્ડિયા હેઠળ તમામને મળશે ફાયદો

નાણાં પ્રધાને ઘોષણા કરી છે કે સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ પ્રમાણે મહિલાઓ, એસસી-એસટી ઉદ્યમીઓને લભા આપવામાં આવશે. સ્ટાર્ટ અપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યુ છે કે આગામી પાંચ વર્ષોમાં 125000 કિલોમીટર સડક બનાવવામાં આવશે. તેના માટે 80 હજાર 250 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

અધ્યયન કાર્યક્રમનું એલાન

રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર બનાવવામાં આવશે. તેની સાથે ખેલો ભારત યોજનાનું એલાન કરવામાં આવશે. અમારું લક્ષ્ય ઓનલાઈન કોર્સને પ્રોત્સાહન આપવાનું છે. દેશમાં અધ્યયન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. તેના પ્રમાણે, વિદેશી સ્ટૂડન્ટ્સને ભારતમાં બોલાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે અલગથી કાયદાનો મુસદ્દો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ખેલ શિક્ષણ બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવશે.

ઉજાલા યોજનાથી દર વર્ષે 18341 કરોડ રૂપિયાની બચત

પરંપરાગત ઉત્પાદનો અને કારીગરોને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવા માટે શરૂ થશે મિશન

2 ઓક્ટોબર-2019ના રોજ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ જશે. પીએમ મોદીનું સપનું સાકાર થશે.

આ સરકાર મહિલા આંત્રપ્રેન્યોરશિપને પ્રમોટ કરી રહી છે. મુદ્રા, સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ સ્કીમ હેઠળ પ્રાથમિકતા અપાઈ રહી છે.

આ ચૂંટણીમાં મહિલાઓએ રેકોર્ડ મતદાન કર્યું છે. 78 મહિલા સાંસદ ચૂંટાયા છે. જે ખુદ એક રેકોર્ડ છે.

ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી એક સોનેરી કહાની છે. તેવામાં કોઈ સેક્ટર નથી, જ્યાં મહિલાઓનું અદભૂત યોગદાન રહ્યું હોય નહીં.

મહિલાઓ માટે નારી ટુ નારાયણીનો નારો. સ્વામી વિવેકાનંદે કહ્યુ હતુ કે મહિલાઓના વિકાસ વગર કોઈપણ દેશનો વિકાસ થઈ શકે નહીં.

256 જિલ્લામાં જળ પ્રબંધનની સ્થિતિ દયનીય. 2024 સુધી આમા સુધારા માટે કામ થશે.

અસંગઠિત ક્ષેત્રમાં કામ કનરારા લોકોને ત્રણ હજાર રૂપિયા પેન્શન 60 વર્ષ બાદ આપવામાં આવશે. અત્યાર સુધી સ્કીમતી 30 લાખ લોકો જોડાયા છે.

બીજી ઓક્ટોબરે રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન થશે.

સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને લાભ મળશે.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને 00 કરોડ રૂપિયાની મદદ કેન્દ્ર સરકાર કરશે. વિદેશી સ્ટૂડન્ટ્સ માટે સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામ

પ્રવાસી ભારતીયો માટે રોકાણ થશે સરળ. ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડવામાં આવશે.

નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની ઘોષણા

સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે અમે નવી શિક્ષણ નીતિ લાવીશું. શિક્ષણ નીતિ પર રિસર્ચ સેન્ટર પણ બનાવીશું. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આદર્શ કિરાયા કાયદાને પણ બનાવવામાં આવશે. સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. દુનિયાની ટોપ 200 કોલેજમાં ભારતની માત્ર ત્રણ કોલેજો છે. તેવામાં સરકાર આ સંખ્યાને વધારવા પર ભાર મૂકશે.

દરેક પરિવારને મળશે ઘર

નાણાં પ્રધાને કહ્યુ છે કે અત્યાર સુધી 26 લાખ મકાનોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. 24 લાખને મકાન આપવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય 2022 સુધીમાં દરેકને ઘર આપવાનું છે. 95 ટકાથી વધારે શહેરોને ઓડીએફ ઘોષિત કરવામાં આવ્યા છે. આજે એક કરોડ લોકોના ફોનમાં સ્વચ્છ ભારત એપ છે. દેશમાં 1.95 કરોડ ઘર આપવાનું લક્ષ્ય છે.

સફાઈ અને ગામડા પર સરકારનું જોર

નાણાં પ્રધાને એલાન કર્યું છે કે 2014 બાદ 9.6 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5.6 લાખ ગામડાં આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ચુક્યા છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી બે કરોડ લોકોને ડિજિટલપણે સાક્ષર બનાવવામાં આવ્યા છે. ગ્રામીણ-શહેરી અંતરને ઘટાડવા માટે સરકાર ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે.

જળ ક્ષેત્રમાં આવશે ક્રાંતિ

અમારી સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. જળ આપૂર્તિના લક્ષ્યને લાગુ કરવામાં આવી રહ્યું છે. 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. તેના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનું લક્ષ્ય 2024 સુધી દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું છે.

કૃષિ અને બિઝનસના ક્ષેત્રમાં લાવીશું ક્રાંતિ

પોતાના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું છે કે સ્ફૂર્તિ દ્વારા દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20 તકનીકી બિઝનસ ઈન્ક્યૂબેટર સ્થાપિત કરવામાં આવશે. તેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું છે કે કૃષિ સંરચનામાં હવે રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંઘ બનશે, દાળોના મામલામાં દેશ આત્મનિર્ભર બન્યો છે. અમારું લક્ષ્ય આયાત પર ઓછો ખર્ચ કર્યો છે. તેની સાથે જ ડેરીના કામકાજને પણ પ્રોત્સાહીત કરવામાં આવશે. અન્નદાતા હવે ઊર્જાદાતા પણ થઈ શકે છે. ખેડૂતોને તેના પાકની યોગ્ય કિંમત આપવાનું અમારું લક્ષ્ય છે.

125000 કિલોમીટરના રોડ નેટવર્કને પીએમ ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે

ગામડાંને બજાર સાથે જોડનારી સડકોને અપગ્રેડ કરવામાં આવશે. તેના માટે પીએમ ગ્રામ સડક યોજનાનો ત્રીજો તબક્કો શરૂ થશે.

મીડિયા, એવિએશન જેવા ક્ષેત્રોમાં એફડીઆઈ રોકાણ વધારવા પર વિચારણા
ભારતમાં વાર્ષિક ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ મીટનું આયોજન
એમએસએમઈ માટે 350 કરોડ રૂપિયાની ફાળવણી
97 ટકા લોકોને દરેક ઋતુમાં સડક રહેશે ઉપલબ્ધ
આગામી પાંચ વર્ષમાં 125000 કિલોમીટર સડક નિર્માણનું લક્ષ્ય
પરંપરાગત ઉદ્યોગોના વિકાસ માટે પણ યોજનાનું લક્ષ્ય

ઈસરોની મદદ અને અભિયાનોને આગળ વધારવા માટે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની રચના કરવામાં આવશે

દર વર્ષે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન થશે. દુનિયાભરમાંથી લોકોને ભારતમાં રોકાણ માટે આમંત્રિત કરવામાં આવશે

મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે દેશનો આત્મા ગામડાંમાં વસે છે.
ગામ, ગરીબ અને ખેડૂત અમારા કેન્દ્રબિંદુ હશે.
2022 સુધી ગામના દરેક પરિવારની પાસે વીજળી અને એલપીજી હશે
2022 સધી સૌને ઘરનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે
મકાનને પૂર્ણ કરવા માટે દિવસોની સરેરાશ 314થી ઘટીને 114 દિવસની થઈ છે

પીએમ આવાસ યોજના હેઠળ દેશના દરેક પરિવારને ઘર ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય

એવિએશન સેક્ટર, મીડિયા, એનિમેશન અને ઈન્શ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને લઈને વિચારણા કરવામાં આવશે

એફડીઆઈને લઈને મોટું એલાન

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું છે કે મીડિયામાં પણ વિદેશી રોકાણની મર્યાદાને વધારવા પર વિચારણા થઈ રહી છે. તેના સિવાય વીમા સેક્ટરમાં 100 ટકા એફડીઆઈ પર પણ વિચારણા કરાઈ રહી છે. ભારત અંતરીક્ષ ક્ષેત્રમાં એક મોટી શક્તિ તરીકે ઉભર્યું છે. અમારી સરકાર આ શક્તિને વધારવા ચાહે છે અને સેટેલાઈટ લોન્ચ કરવાની ક્ષમતાને વધારવામાં આવશે.

નાના દુકાનદારોને મળશે પેન્શન

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઘોષણા કરી છે કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. તેની સાથે જ માત્ર 59 મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. તેનો લાભ ત્રણ કરોડથી પણ વધારે નાના દુકાનદારોને મળી શકશે. અમારી સરકાર તેની સાથે જ દરેકને ઘર આપવાની યોજના પર પણ આગળ વધી રહી છે.

નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન

સરકાર તરફથી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. તેને રુપે કાર્ડની મદદથી ચલાવી શકાશે. જેમાં બસની ટિકિટ, પાર્કિંગનો ખર્ચો, રેલવેની ટિકિટ તમામ એક સાથે કરી શકાશે. તેની સાથે જ સરકારે એમઆરઓની ફોર્મ્યુલા અપનાવવાની વાત કહી છે. જેમા મેન્યુફેક્ચરિંગ, રિપેયર અને ઓપરેટની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.

રેલવેના વિકાસ માટે લાગુ થશે પીપીપી મોડલ

નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું છે કે અમારું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું છે. અમારી સરકારનું આગામી મોટું લક્ષ્ય જળમાર્ગને વધારવાનું છે. તેની સાથે જ વન નેશન- વન ગ્રિડ માટે અમે આગળ વધી રહ્યા છીએ. તેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ રહી છે. તેની સાથે જ એલાન કરવામાં આવ્યું છે કે રેલવેમાં ખાનગી ભાગીદારીને વધારવા પર ભાર મૂકાય રહ્યો  છે. રેલવેના વિકાસ માટે પીપીપી મોડલને લાગુ કરવામાં આવશે. રેલવેના માળખાના વિકાસ માટે 50 લાખ કરોડ રૂપિયાનો રોકાણની જરૂરત છે.

રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ

નાણાં પ્રધાને પોતાના ભાષણમાં જણાવ્યું કે અમારું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું છે. અમારી સરકારનું આગામી મોટું લક્ષ્ય જળમાર્ગને લંબાવવાનું છે. તેની સાથે જ વન નેશન, વન ગ્રિડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, તેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ રહી છે.

ઝડપથી રેલવેમાં સુધારણા અને પ્રવાસીઓની સુવિધાઓને ઉપલબ્ધ કરાવવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ થશે

આઝાદી બાદ જેવું સ્વદેશી, તેવું આજે મેક ઈન ઈન્ડિયાનું મહત્વ

અમારો મકસદ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક

1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં 55 વર્ષ લાગ્યા

ગત પાંચ વર્ષમાં અમે તેમાં 1 ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો

મુદ્રા લોન, અન્ય યોજનાઓ થકી દેશના લોકોની જિંદગી બદલાઈ રહી છે

આદર્શ કિરાયા કાયદો બનાવવામાં આવશે.

રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારણા માટે 2018થી 2030 સુધી 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂરત છે.

પાણી અને ગેસ માટે પણ એક રાષ્ટ્રીય ગ્રિડ બનાવવામાં આવશે.

રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 હજાર કરોડ રૂપિયાની જરૂર

ત્રણ કરોડ દુકાનદારોને પેન્શન આપવાની યોજનાનો પ્લાન

વીજળી ટેરિફમાં મોટી સુધારણાની તૈયારી

રીટેલ કારોબારીઓને પેન્શન આપવાની વિચારણા

સૌને ઘર આપવા માટેની યોજના પર કામકાજ ચાલુ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે

શેરબજારને રોકાણકાર ફ્રેન્ડલી બનાવીશું

59 મિનિટમાં નાના દુકાનદારોને લોન આપવાની કોશિશ

ઈલેક્ટ્રોનિક ફંડ રેસિંગ સિસ્ટમ પર વિચાર

અમે એક દેશ એક ગ્રિડ દ્વારા તમામ રાજ્યોને સસ્તી વીજળી પહોંચાડીશું. તેનાથી દરેક રાજ્યને યોગ્ય કિંમત પર સતત વીજળી મળી શકશે.

વારાણસીથી હલ્દિયા જળમાર્ગ 2020 સુધીમાં પૂર્ણ થઈ જશે. નેશનલ હાઈવે ગ્રિડ સરકારની પહેલી પ્રાથમિકતામાં છે.

300 કિલોમીટર નવી મેટ્રો લાઈનને મંજૂરી આપવામાં આવી છે અને ઈલેક્ટ્રિક વાહનોને વિશેષ છૂટ આપવામાં આવી છે.

સાગરમાલા પરિયોજનાથી નવા પોર્ટોનો વિકાસ થયો છે.

નવા ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું લક્ષ્ય છે. નાના અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પાંચ વર્ષ પહેલા ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી હતી. પરંતુ અત્યારે આપણે પાંચમા ક્રમાંક છીએ.

કોઓપરેટિવ ફેડરાલિઝ્મમાં વિશ્વાસ વધ્યો. જીએસટી દ્વારા આર્થિક અનુશાસનની દિશામાં કામ વધાર્યું.

પીએમ મોદીની પહેલી સરકાર પરફોર્મિંગ ગવર્નમેન્ટ રહી છે. 2014થી 2019 દરમિયાન અમે કેન્દ્ર અને રાજ્યના સંબંધોને નવી ઊંચાઈ આપી.

પાંચ વર્ષ પહેલા ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી હતી. પરંતુ અત્યારે આપણે પાંચમા ક્રમાંક છીએ.

કોઓપરેટિવ ફેડરાલિઝ્મમાં વિશ્વાસ વધ્યો. જીએસટી દ્વારા આર્થિક અનુશાસનની દિશામાં કામ વધાર્યું.

પીએમ મોદીની પહેલી સરકાર પરફોર્મિંગ ગવર્નમેન્ટ રહી છે. 2014થી 2019 દરમિયાન અમે કેન્દ્ર અને રાજ્યના સંબંધોને નવી ઊંચાઈ આપી.

ગરીબ મહિલાઓના રસોડામાં સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા અને ખેડૂતોની ચિંતા કરવામાં આવી.

ગત પાંચ વર્ષોમાં અમે દેવાળિયા કાયદા જેવા સુધારા કર્યા છે. તેના સિવાય અમે લોકોની ચિંતા માટે પણ યોજનાઓ ચલાવી છે.

અંતરીક્ષ કાર્યક્રમ, બ્લૂ ઈકોનોમી, જળ પ્રબંધન, સ્વસ્થ સમાજ અને નાગરિકોની સુરક્ષા જેવા મામલા પણ અમારા ફોક્સમાં રહેશે.

ભૌતિક અને સામાજીક સંરચના નિર્માણ, ડિજિટલ ઈન્ડિયા, હરિત ભારત, ચિકિત્સા ઉપકરણો પર જોર, મેક ઈન ઈન્ડિયા પર અમારું ફોકસ રહેશે.

ભૌતિક અને સામાજીક સંરચના નિર્માણ, ડિજિટલ ઈન્ડિયા, હરિત ભારત, ચિકિત્સા ઉપકરણો પર જોર, મેક ઈન ઈન્ડિયા પર અમારું ફોકસ રહેશે.

સંસદમાં નિર્મલા સીતારમણે શેર સંભળાવ્યો કે યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ.

અમે અફસરશાહીને વધુ ઓછી કરીશું. કારોબારી માહોલને વધુ બહેતર બનાવીશું.

અમે સશક્ત દેશ માટે સશક્ત નાગરિકના ઉદેશ્યથી પહેલા કાર્યકાળમાં કામ કર્યું.

દેશની જનતાએ મોટો જનાદેશ આપ્યો છે. અમારી સરકારે સ્થિર ભારતની કલ્પનાને સકાર કરી.

લોકસભામાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું બજેટીય ભાષણ શરૂ

કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ બજેટ-2019 લોકસભામાં થયું રજૂ

કેન્દ્રીય બજેટને કેન્દ્રીય કેબિનેટની સંસદ ભવન પરિસર ખાતેની બેઠકમાં મંજૂરી મળી હતી.

બજેટ સત્ર જોવા માટે સંસદ પહોંચ્યા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના માતાપિતા. પહેલીવાર રજૂ કરી રહ્યા છે નિર્મલા સીતારમણ. કેન્દ્રીય બજેટ દેશના પહેલા પૂર્ણકાલિન મહિલા નાણાં પ્રધાન છે નિર્મલા સીતારમણ.

Exit mobile version