Site icon Revoi.in

ગાંધી @ 150: દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની વકીલથી મહાત્મા સુધીની સફર, જાણો કઈ હસ્તીઓનો રહ્યો હતો પ્રભાવ

Social Share

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તેમના નિધન બાદ જે પ્રકારની પ્રશંસા થઈ હતી, તે આજે પણ યથાવત છે. વકલથી મહાત્મા સુધીની સફરમાં તેમના જીવન પર ઘણાં લોકોનો પ્રભાવ રહ્યો છે. તેમના નિધન પર કિંગ જોર્જ ષષ્ટમે લંડનમાં કહ્યુ હતુ કે આ માનવજગત માટે અપુરણીય ક્ષતિ છે. ન્યૂયોર્કના એક કોલમિસ્ટ એલ્બર્ટ ડ્યૂશે કહ્યુ હતુ કે આ દુનિયા માટે હજીપણ એક આશા છે, જેમણે ગાંધીના નિધન પર દુખ અને તેમના પ્રત્યે સમ્માન વ્યક્ત કર્યું હતું.

“તમે વકીલ આપ્યા, અમે મહાત્મા”

ગાંધીજીના પ્રભાવને નેલ્સન મંડેલા, રોબર્ટ મુગાબે અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર જેવા મહાન વ્યક્તિઓએ પણ જાણ્યો હતો. જો કે તેમણે ગાંધીને ભારતીય તરીકે એટલા વખાણ્યા નહીં. દક્ષિણ આફ્રિકન લોકો શેખી મારતા કહે છે કે તમે અમને વકીલ આપ્યા હતા, અમે તમને મહાત્મા આપ્યા. દરેક સ્થાન પરથી વિચારોને સ્વીકારવા, તેનું પોતાના અદભૂત દિમાગમાં વિશ્લેષણ કરવું અને વ્યવહારમાં લાવવા ગાંધીજીની વિલક્ષણ પ્રતિભા હતી.

ક્યારેક ફેશનમાં ખાસ રુચિ લેતા હતા ગાંધીજી

1888-90ના સમયગાળા દરમિયાન લંડના પિકેડલી સર્કસમાં સ્ટૂડન્ટ ગાંધી જોવા મળ્યા હતા. મોંઘા કપડા અને સારી ટોપી લગાવેલા મોહનદાસ તે સમયે પણ ચર્ચામાં આવ્યા હતા. બી. આર. નંદાની મહાત્મા ગાંધી-એક જીવની (1958)માં તેમના સહપાઠીઓ સચ્ચિદાનંદ સિંહાનો પણ ઉલ્લેખ છે, સિંહા પ્રમાણે ગાંધી ફેશનમાં ખાસ રુચિ લેતા હતા. તે ગાંધી અને 1931માં લોર્ડ ઈરવિન સાથે વાત કરનારા ગાંધીમાં ઘણું મોટું અંતર હતું. તે સમયે ગાંધીજી મુઠ્ઠીભર કોટનની બનેલી ધોતીમાં હતા. આ સમયગાળામાં તેઓ ઘણી લાંબી સફર કરી ચુક્યા હતા.

ગાંધીજીની જિંદગીમાં દાદા અબ્દુલ્લા

પોરબંદરના વતની દાદા અબ્દુલ્લા જે નટાલમાં વસવાટ કરવા ગયા હતા. તેમણે ગાંધીજીને દક્ષિણ આફ્રિકા બોલાવ્યા હતા. તેમની જિંદગી પર કદાચ આ સૌથી મોટો વૈશ્વિક પ્રભાવ હતો. દક્ષિણ આફ્રિકાની જિંદગીના નવા અનુભવોને જોતા ગાંધીએ લખ્યું હતું કે મને અનુભવની નવલકથા મળી ગઈ. મને હર્યાભર્યા ખેતર અને નવી જગ્યા જોવાનું બેહદ પસંદ છે. એ લોકોને કમિશન આપવું બેહદ ઘૃણાસ્પદ હતું, જે મને કામ આપતા હતા. સૌરાષ્ટ્રમાં ષડયંત્રનું વાતારણ મારો દમ ઘૂંટી રહ્યું હતું. એક વર્ષ સુધી આ બધું ચાલતું રહ્યું અને મે એ સ્વીકાર કરવામાં કોઈ વાંધો પણ વ્યક્ત કર્યો નથી. મારી પાસે ભોજન માટે કંઈ ન હતું, કારણ કે મેસર્સ દાદા બ્દુલ્લાએ મારા આવાગમન સહીત બાકીના ખર્ચ અને 105 પાઉન્ડની ફીનો ખર્ચ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વ્યવસ્થા મારા મોટાભાઈ દ્વારા થઈ હતી. હવે તેમનું નિધન થઈ ચુક્યું હતું, મારા માટે તેઓ પિતાની જેમ હતા. મારા માટે તેમની ઈચ્છા અનિવાર્ય આદેશની જેમ હતી. તેમને મારા દક્ષિણ આફ્રિકા જવાનો વિચાર પસંદ આવ્યો હતો.મે-1893માં હું ડરબન પહોંચ્યો હતો.

આ હસ્તીઓની પણ રહી છે અસર

ગાંધીના ધારદાર સંવાદ, તર્ક-વિતર્ક, પત્ર અને તેમની સાથે થયેલા વિશ્વાસઘાતોએ તેમને એક વૈશ્વિક નાગરીક બનાવી દીધા, આનું શ્રેય તેમને જાય છે. હિંદ સ્વરાજ (1909)ના હિંદી સંસ્કરણની પ્રસ્તાવનામાં ગાંધીએ કહ્યુ છે કે ભારતીય ચિંતકો સાથે તેમના પર લિયો ટોલ્સટોય, જોન રસ્કિન, હેનરી ડેવિડ થોરિયૂ, રાલ્ફ વાલ્ડો ઈમરસન અને અન્ય લોકોનો પણ પ્રભાવ રહ્યો છે.

ટોલ્સટોયના નામ પર રાખવામાં આવ્યું હતું આશ્રમનું નામ

મહાત્માની ઉપાધિ મળવાથી ઘણાં સમય પહેલા ગાંધીજીએ દુનિયાની સાથે સંવાદ કર્યો અને તમામ પ્રભાવોનો સ્વીકાર કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં તેમણે પોતાના આશ્રમનું નામ ટોલ્સટોયના નામ પરથી રાખ્યું હતું. ટોલ્સટોયના પુસ્તક ધ કિંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ (1894)એ તેમના જીવન પર ઘેરો પ્રભાવ પેદા કર્યો હતો અને ટોલ્સટોયની કહેલી દશમાંથી પાંચ વાતોએ અહિંસા અને પ્રેમના સિદ્ધાંતમાં ગાંધીના વિશ્વાસને વધારે મજબૂત કર્યો હતો. ગાંધીજીના સંપાદનમાં પ્રકાશિત સાપ્તાહીક અખબાર ઈન્ડિયન ઓપિનિયનમાં ટોલ્સટોયના પત્ર પ્રકાશિત થતા હતા, આ પત્રોએ બંનેની વચ્ચેની વાતચીતને આગળ વધારી હતી.

આમ મળ્યો સર્વોદયનો વિચાર

દર્શન અને કળાના જ્ઞાતા રસ્કીને પણ ઘણીવાર ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના પીટરમેરિટ્ઝબર્ગમાં જ્યારે ગાઁધીને અશ્વેત હોવાને કારણે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા, ત્યારે ગાંધીએ અન્ય ટ્રેનથી યાત્રા કરી હતી. જ્યારે તેઓ જોહાનિસબર્ગ પહોંચ્યા તો એક મિત્રે તેમને એક પુસ્તક આપ્યું, આ પુસ્તક જોન રસ્કીનની અનટૂ ધિસ લાસ્ટ (1860) હતી, અહીંથી ગાંધીજીને સર્વોદય અથવા સર્વકલ્યાણનો વિચાર આવ્યો હતો. જુલાઈ-196માં પુણેમાં રાજ્યના ઉદ્યોગ પ્રધાનોની એક સભાને સંબોધિત કરતા ગાંધીજીએ આ પુસ્તકના જાદૂઈ પ્રભાવને યાદ કર્યો હતો. આઝાદ ભારતના ઔદ્યોગિક ભવિષ્ય લખવા જઈ રહેલા લોકોને તેમણે કહ્યુ હતુ કે જો માનવ પોતાની પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે, તેને સમાનતા અને ભાઈચારાના અનુભવ થાય છે, તો તેને અન ટૂ ધિસ લાસ્ટના સિદ્ધાંતો પર કામ કરવું જોઈએ, તેણે મૂક-બધિરો અને દિવ્યાંગોને પણ સાથે લઈને ચાલવું જોઈએ. જે દેશમાં કમજોરો માટે સ્થાન ન હોય, તે મારા માટે આઝાદીની તસ્વીર નથી. હું મશીની સંશોધનોના ઉપયોગ પર વિચારથી પહેલા ઉપલબ્ધ માનવ શ્રમનો ઉપયોગ કરવો જોઈએ.

હર્મન કેલનબેક સાથે રહ્યો છે ઊંડો નાતો

ગાંધી અને હર્મન કેલનબેકની ઘનિષ્ઠ મિત્રતા હતી. દક્ષિણ આફ્રિકાના યહુદી જેણે ગાંધીજીને પોતાના માટે જીવથી પણ વ્હાલા ગણાવ્યા હતા. 1910માં કેલનબેકે જ તેમને ટોલ્સટોય આશ્રમ બનાવવામાં મદદ કરી હતી. તેમને હજારો એકર જમીન આપી હતી. જ્યારે ગાઁધીને જેલ થઈ ગઈ તો કેલનબેકે ઈન્ડિયન ઓપિનિયનના સંપાદનમાં મદદ કરી હતી. કેલનબેકે ભારત આવીને પણ ગાંધીજી સાથે મુલાકાત કરી હતી અને તેમના આશ્રમમાં કેટલોક સમય વિતાવ્યો હતો. જ્યારે તેઓ બીમાર પડયા હતા, ત્યારે ગાંધી પણ તેમની સાથે રહ્યા અને તે લોકોમાં સામેલ હતા કે જેમણે કેલનબેકનો અંતિમ સંસ્કાર કર્યો હતો. તેમના મોતે ગાંધીજીને ઘેરો આઘાત પહોંચાડયો હતો.