Site icon hindi.revoi.in

ભારતમાં પ્રથમ વખત હાઈકોર્ટ સુનાવણીનું યૂ-ટ્યુબ પર લાઈવ પ્રસારણ થયું

Social Share

સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણમાં સપડાયું છે, ત્યારે કોરોના કાળને લઈને ઘણું બધુ બદલાઈ પણ રહ્યું છે,દેશમાં કોર્ટની સુનાવણીનું પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટમાં લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

હાઈકોર્ટના ઇતિહાસમાં આ પ્રથમ વખત આવો કેસ બનવા પામ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જાહેરાત કરી કે તેઓ સોમવારથી મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની કોર્ટથી લાઇવ સ્ટ્રીમિંગની કાર્યવાહી શરૂ કરી દેશે, મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ યુટ્યુબ પર  કેસની કાર્યવાહી લાઈવ કરવામાં આવી રહી છે.

આ પહેલા હાઈકોર્ટ અખબારી યાદીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ પણ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, લોકોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજીત અદાલતોની સુનાવણી જોવાની છૂટ આપવી જોઈએ.

આ જાહેરાતમાં  નિરમા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લોના વિદ્યાર્થી પૃથ્વીરાજસિંહ જાલા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીનો પણ ઉલ્લેખ છે, જેમાં અદાલતે કોર્ટની કાર્યવાહીને ખુલ્લા અદાલતોના સિદ્ધાંતો અને ન્યાયની પ્રાપ્તિની કાર્યવાહીને લાઈવ કરવા માટેનો આદેશ આપ્યો હતો.

સાહીન-

Exit mobile version