Site icon hindi.revoi.in

ગુજરાતના સ્ટેટ આઈબીમાં કોરોનાની એન્ટ્રી, પાંચ ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ ઉપર સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. કેટલાક તબીબો અને પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમિત બન્યાં હતા. ત્યારે હવે સ્ટેટ IB માં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. 5 SP, 1 DYSP, અને 2 PIના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ વઘતું અટકાવવા માટે એગ્રેસિટ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિમાં રોજના સરેરાશ 75 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી-કર્મચારીઓના આરોગ્યને લઈને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

દરમિયાન સ્ટેટ આઈબીના વડા આઈજી અનુપમસિંહ ગેહલોતે અઠવાડિયા અગાઉ સ્ટેટ આઈબીના અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગ થયાના ચાર દિવસ બાદ એક સાથે સ્ટેટ આઈબીના એસપી રેન્કના પાંચ અધિકારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે પૈકી ચાર અધિકારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જ્યારે એક અધિકારીને ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજકોટના ડીવાયએસપી અને બે પીઆઈના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે. જેથી તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઈન થવા અને રિપોર્ટ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

Exit mobile version