પુંછ : વિશ્વકપ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો તણાવ સીમા પર પણ હાવી રહ્યો હતો. રવિવારે સાંજે પાકિસ્તાની સેનાએ પુંછના શાહપુર કિરની સેક્ટરમાં રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ શરૂ કર્યું હતું.
તેનું કારણે ભારતના બેટ્સમેનોનું મેચમાં હાવી થવાનું હતું. ગોળીબારમાં ત્રણ સિવિલિયન ઈજાગ્રસ્ત થયા છે અને તેમા બે યુવતીઓ સામેલ છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ફાયરિંગનો યોગ્ય જવાબ આપીને વળતી કાર્યવાહી કરી છે. મોડી રાત્રિ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.
સીમાંત ક્ષેત્રોમાં જો કે હજી દહેશતનો માહોલ છે. જણાવવામાં આવે છે કે પાકિસ્તાની સેનાએ સાંજે લગભગ છ વાગ્યે શાહપુર કિરની સેક્ટરમાં અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું.
સીમાની નજીકના શાહપુર કીરની સેક્ટર ખાતે મોર્ટાર શેલિંગ શરૂ કરવામાં આવતા પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરીને જવાબ આપ્યો હતો.
પાકિસ્તાનના ગોળીબારમાં રઝિયા બી, મરિયમ અને મોહમ્મદ અકબર નામના સિવિલયન ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પુંછ જિલ્લાના કમિશનર રાહુલ યાદવે કહ્યુ છે કે ગોળીબારમા ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમનો જિલ્લા હોસ્પિટલમાં ઈલાજ કરાવવામાં આવ્યો છે.