Site icon hindi.revoi.in

દેશની નિરસ અર્થવ્યવસ્થા પર નાણામંત્રીનું નિવેદનઃ “વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે”

Social Share

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી,તેમણે કહ્યું હતું કે વિશ્વની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થા ખુબ સારી પરિસ્થિતીમાં છે, બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે,નાણામંત્રીએ વધુમાં કહ્યું હતુ કે આપણે વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે,ચીન-અમેરીકા ટ્રેડ વૉરથી મંદીનો ખતરો વધી ગયો છે.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે  કહ્યું કે, એવું નથી કે માત્ર ભારત દેશ જ મંદીનો સામનો કરી રહ્યું છે,પરંતું વિશ્વના ઘણા દેશો પણ મંદીનો સામનો કરી જ રહ્યા છે,તેમણે કહ્યું કે સુધારો  એક સદંતર ચાલનારી પ્રક્રિયા છે અને આપણા દેશમાં સતત આ પ્રક્રિયા  સાથે સુધારાઓ થતા રહ્યા છે,ભારતની અર્થવ્યવસ્થા બીજા દેશોની સરખામણીમાં ખુબજ સુધરેલી અને સારી છે.

નાણા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે “આર્થિક સુધારાની દીશામાં સરકાર સતત કામ કરી રહી છે,ઈન્કમટેક્ષ રિટર્ન ભરવું પહેલાની સરખામણીમાં ખુબ જ સરળ બન્યું છે,જીએસટીને પણ વધુ સરળ બનાવવામાં આવશે,તેમણે વધુમાં કહ્યું કે બીજા દેશોની તુલનામાં ભારતનો વિકાસ દર ખુબ જ સારો રહ્યો છે”.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે “સરકાર પર એવા આરોપ લગાવવામાં આવી  રહ્યા છે કે સરકાર લોકોને ટેક્સ બાબતે હેરાન કરી રહી છે. પરંતુ અમે ટેક્સ અને લૅબર કાનુંનમાં સતત સુધારો કરી રહ્યા છે. ટેક્સની નોટિસ માટે કેન્દ્રિય સિસ્ટમ હશે અને કોઈને પણ ટેક્સ માટે હેરાન કરવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે 1લી ઓક્ટોબરથી કેન્દ્રિય સિસ્ટમ તરફથી નોટિસ મોકલવામાં આવશે. જે કરચોરીની ઘટનાઓને અટકાવશે.નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે મૂડી લાભ પર સરચાર્જ પાછો ખેંચવામાં આવશે. શેરબજારમાં મૂડી લાભ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ પણ સરચાર્જ  લગાવવામાં નહી આવે”.

નાણામંત્રીએ કરેલા એલાન

શૅર બજારમાં મૂડી લાભથી સરચાર્જ દૂર કરવામાં આવશે.

સ્ટાર્ટ અપ ટેક્સના સમાધાન માટે એક અલગ સેલ બનાવવામાં આવશે.

 લોન અરજી પર ઓનલાઇન દેખરેખ રાખવામાં આવશે.

 લોન બંધ થયા પછી, સુરક્ષાને લગતા દસ્તાવેજો 15 દિવસમાં બેંકોને આપવાના રહેશે.

 રેપો રેટ જેટલો ઓછો આવશે, વ્યાજ દર જેટલા ઓછા હશે.

 જો વ્યાજના દરમાં ઘટાડો થાય છે, તો EMI ઓછો થશે.

  બેંકોએ લોકોને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ આપવો પડશે.

  ડીમેટ ખાતા માટે આધાર મફત કેવાયસી હશે.

Exit mobile version