Site icon Revoi.in

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓએ ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો

Social Share

દેશમાં કોરોનાના કેસમાં વઘારો થતા જ ગરબા ખેલૈયાઓનું ટેન્શન પણ વધ્યું છે, કોરોનાની અસર આવનારા તહેવારો પર ચોક્કસ જોવા મળશે, ત્યારે હવે કોરોના મહામારીને લઈને ગુજરાતમાં પ્રથમ વખત એવું બનશે કે ગરબા નહી યોજાય. જેના કારણે લાખો ખેલૈયાઓ નિરાશ જોવા મળી રહ્યા છે, જો કે આ બાબતે સુરતના ફેશન ડિઝાઈનરના વિદ્યાર્થીઓ એ પીપીઈ કિટ્સમાંથી બનાવેલા નવરાત્રી પોશાક પહેરીને ગરબા રમ્યા હતા, વિદ્યાર્થીઓ દ્રારા ખાસ આ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાય.

નવરાત્રીના કોરોના ડ્રેસની ખાસ વિશેષતાઓ

સાંસકૃતિક મંત્રાલય દ્વારા ગુરુવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કોવિડ-19 મહામારીને લઈને એક ખાસ એસઓપી રજુ કરવામાં આવી હતી

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લાઇટિંગ, સાઉન્ડ, મેકઅપ, કોસ્ચ્યુમ વગેરે સહિતના તમામ ક્રુ સદસ્યોએ સંસ્થાના સંબંધિત અધિકારીઓને માન્ય કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો જ પડશે તો જે તેઓને આ કાર્યક્રમમાં હાજર રહેવા દેવામાં આવશે.” આ તપાસ કાર્યક્રમના સાત દિવસની અંદર થવી જોઈએ.

આ સમગ્ર બાબતે મંત્રાલયે એક બયાનમાં જમાવ્યું હતું કે, એસઓપીનું પાલન થિયેટર સંચાલક અને કેટલીક બીજી સંસ્થાઓ એ કરવાનું રહેશે, આ સાથે જ મનોરંજન તેમજ ક્રિયેટીવ એજન્સીઓ, સભાગૃહો અને ખુલ્લા મેદાનો કે પ્લોટ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભાડે લેનારા લોકોએ પણ આ  એસઓપીનું સખ્ત પાલન કરવું પડશે.

સાહીન-