- સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓની ક્રિએટીવીટી
- ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો
- ગરબા રમવાના શોખિનો માટે ખાસ આ પોષાક આવી ગયો છે
- વીઆર મોલમાં તેનુ પ્રદર્શન રાખવામાં આવ્યું
દેશમાં કોરોનાના કેસમાં વઘારો થતા જ ગરબા ખેલૈયાઓનું ટેન્શન પણ વધ્યું છે, કોરોનાની અસર આવનારા તહેવારો પર ચોક્કસ જોવા મળશે, ત્યારે હવે કોરોના મહામારીને લઈને ગુજરાતમાં પ્રથમ વખત એવું બનશે કે ગરબા નહી યોજાય. જેના કારણે લાખો ખેલૈયાઓ નિરાશ જોવા મળી રહ્યા છે, જો કે આ બાબતે સુરતના ફેશન ડિઝાઈનરના વિદ્યાર્થીઓ એ પીપીઈ કિટ્સમાંથી બનાવેલા નવરાત્રી પોશાક પહેરીને ગરબા રમ્યા હતા, વિદ્યાર્થીઓ દ્રારા ખાસ આ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાય.
#WATCH Gujarat: A group of students of fashion designing in Surat perform 'Garba' sporting hand-painted costumes made of PPE kits. These costumes have been designed by them. (15.10) pic.twitter.com/sKSYk7e3iy
— ANI (@ANI) October 16, 2020
નવરાત્રીના કોરોના ડ્રેસની ખાસ વિશેષતાઓ
- આ ડ્રેસમાં પેઈન્ટિંગ કરવામાં આવી છે, સાથે સાથે આભલા (કાચ) નો ઉપયોગ કરીને તેને ટ્રડિશનલ લૂક આપવામાં આવ્યું છે
- આ ડ્રેસ સાથે વિદ્યાર્થીઓ એ દાંડીયા અને માસ્ક માટે ડિસ્પોઝેબલ કવર પણ બનાવ્યા છે
- વિદ્યાર્થીઓ એ એક ખાસ પ્રકારનો દુપટ્ટો પણ તૈયાર કર્યો છે, જેનાથી ફેસ પણ કવર કરી શકાય છે
- સુરતના જાણીતા વીઆર મોલમાં આ નવરાત્રી પોશાકનું પ્રદર્શન યોજાયું હતું
સાંસકૃતિક મંત્રાલય દ્વારા ગુરુવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કોવિડ-19 મહામારીને લઈને એક ખાસ એસઓપી રજુ કરવામાં આવી હતી
- અનેક ભઆગ લેનારા કલાકારોનું કોરોના નેગેટિવ હોવું જરુરી છે
- કોવિડની સુરક્ષાને લઈને ઘણા ઉપાયો દર્શાવાયા છે
- માસ્ક વગરના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહી
- દર્શકોને માત્ર 50 ટકા મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાશે
- આ માટે ટિકટની ખરીગદી ડિજીટલ તરીકે થશે, પેમેન્ટ ઓનલાઈન રહેશે
- કોરોનાથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવશે નહી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લાઇટિંગ, સાઉન્ડ, મેકઅપ, કોસ્ચ્યુમ વગેરે સહિતના તમામ ક્રુ સદસ્યોએ સંસ્થાના સંબંધિત અધિકારીઓને માન્ય કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો જ પડશે તો જે તેઓને આ કાર્યક્રમમાં હાજર રહેવા દેવામાં આવશે.” આ તપાસ કાર્યક્રમના સાત દિવસની અંદર થવી જોઈએ.
આ સમગ્ર બાબતે મંત્રાલયે એક બયાનમાં જમાવ્યું હતું કે, એસઓપીનું પાલન થિયેટર સંચાલક અને કેટલીક બીજી સંસ્થાઓ એ કરવાનું રહેશે, આ સાથે જ મનોરંજન તેમજ ક્રિયેટીવ એજન્સીઓ, સભાગૃહો અને ખુલ્લા મેદાનો કે પ્લોટ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભાડે લેનારા લોકોએ પણ આ એસઓપીનું સખ્ત પાલન કરવું પડશે.
સાહીન-