Site icon hindi.revoi.in

ગુજરાતમાંથી ડુંગળી બાદ હવે ડેનિમ અને ડાઈંગ મટિરિયલ્સની ખાસ ટ્રેન મારફતે બાંગ્લાદેશ નિકાસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી ટ્રેન મારફતે પ્રથમવાર ગુડ્સ ટ્રેન મારફતે ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. હવે અમદાવાદથા પાર્સલ સુવિધા અંતર્ગત ખાસ ગુડ્સ ટ્રેન મારફતે ડેનિલ અને ડાઈંગ મટિરિયલ્સની નિકાસ કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી રવાના થઈ છે અને 2110 કિમીનું અંતર કારીને બાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન પહોંચશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ઉત્પાદન થતી વિવિધ વસ્તુઓની દેશના વિવિધ રાજ્યોની સાથે અન્ય દેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. ભારતના પડોશી દેશોમાં બાય રોડ વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી. જો કે, સમય બચવાની સાથે ખર્ચમાં પણ ઘટાડો થાય તે હેતુથી ખાસ પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી વેપારીઓને પણ મોટો ફાયદો થાય છે.

દરમિયાન આ સેવા અંતર્ગત તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી પ્રથમવાર ડુંગળીનો જથ્થો ટ્રેન મારફતે બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો હતો. હવે અમદાવાદના કાંકરિયા યાર્ડથી ખાસ પાર્સલ સુવિધા અંતર્ગત ડેનિમ અને ડાઇંગ મટિરિયલ્સ વહન માટે ખાસ ટ્રેન રવાના થઈ છે. આ ટ્રેન બાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન સુધી પહોંચવા માટે અમદાવાદથી 2110 કિમીની મુસાફરી કરશે.

Exit mobile version