Site icon hindi.revoi.in

શોપિંગનું હબ ગણાતા લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ જ મળશે એન્ટ્રી

Social Share

અમદાવાદ: – અમદાવાદનું ધમધમતું લાલ દરવાજા માર્કેટ કોરોનાકાળમાં પણ સતત બીઝી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી દિવાળીનો તહેવાર નજીક હોવાના કારણે અહી લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જેને લઈને કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા પણ સતત હતી, લાલદરવાજા માપર્કેટમાં રાજ્યના અનેક શહેરોમાંથી પણ લોકો ખરીદીલકરવા માટે આવતા હોય છે, અહી છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના લઈને સહેજેય સતર્કતા કે જાગૃતિ જોવા મળી નહોતી, લોકો જેમ ફાવે તેમ પ્રવેશ કરી રહ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં પણ આ માર્કેટના વીડિયો વાયરલ થયા હતા જેના પરથી સાફ દેખાઈ આવતું હતું કે કેટલાક લોકો માસ્ક પણ નહોતા પહેરતા અને ભીડનું પ્રમાણ પણ વધુ હતું. ત્યારે હવે આ બાબતે તંત્ર સતર્ક બન્યું છે,

હવેથી અનમદાવાદના પ્રાચીન માર્કેટ લાલ દરવાજામાં ખરીદી કરવા માટે આવતા લોકોનું થર્મલ ગનથી સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે, આ માર્કેટના દરવાજા બંધ કરાયા છે અને હવે સ્કેનિંગ બાદ જ લોકોને ખરીદી માટે માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

તંત્ર દ્રારા આ પગલું ભરવામાં આવતા હવે ખરીદી કરનારા લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે,આ સાથેસ જ જે લોકોનું ટેમ્પ્રેચર થર્મલ ગનમાં તાપમાન 38 ડીગ્રીથી નીચે  હોય તે લોકોને જ બજારમાં પ્રવેશ આપવામાં આવે છે.

જો હવે અહીં આવનારા ગ્રાહકો સાવચેતી નહી દાખવે તો કોરોના સંક્રમણ વધવાની પુરેપુરી શક્યતાઓ વર્તી રહી છે. તંત્રની સાથે સાથે હવે જનતાએ પણ સતર્ક અને જગૃત બનવું જરુરી છે.

સાહીન-

Exit mobile version