નાણાં મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશને પ્રતિબંધિત કરવાને લઈને મીડિયામાં ખોટી ખબરો ચલાવવામાં આવી. આ પ્રક્રિયામાં શેખર ગુપ્તાની ધ પ્રિન્ટ, ધ વાયર અને સ્કોલ સહીતના ઘણાં મીડિયા સંસ્થાન અને ખાસ ગેંગના પત્રકારો સામેલ હતા.
ડાબેરી નેતા અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલને ટાંકતા લખ્યું છે કે પારદર્શકતા છૂપાવવા માટે ડેટાની હેરફેરવાળી સરકાર પત્રકારોને મંત્રાલયમાં ઘૂસવા દઈ રહી નથી.
શેખર ગુપ્તાના ધ પ્રિન્ટમાં રેમ્યા નાયરે લખ્યું છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે.
રૉયટર્સે પણ લખ્યું છે કે વેલિડ આઈડી પ્રુફ હોવા છતાં મીડિયાકર્મીઓને નાણાં મંત્રાલયમાં પ્રવેશ અપાઈ રહ્યો નથી.
તેવી જ રીતે અશોક સ્વેને પણ લખ્યું છે કે સરકાર ફ્રસ્ટ્રેશનના કારણે નોર્થ બ્લોકમાં પત્રકારોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આ જૂઠ્ઠાણાને આગળ વધાર્યું હતું.
તેવી રીતે ન્યૂઝલોન્ડ્રી અને અન્ય મીડિયા સંસ્થાનોએ પણ આવા અહેવાલો ચલાવ્યા હતા. પરંતુ અસલિયત કંક બીજી જ છે. નાણાં મંત્રાલયે આવા કોઈપણ અહેવાલને રદિયો આપ્યો છે. મીડિયાકર્મીઓના પ્રવેશ સંદર્ભે બસ એક પ્રક્રિયા નિર્ધારીત કરી છે. કોઈપણ પ્રકારના કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યા નથી. પત્રકારોને અધિકારીઓ સાથે મળેલી એપોઈન્ટમેન્ટના આદારે પ્રવેશ આપવામાં આવશે. પરંતુ કોઈપણ પ્રકારના પ્રતિબંધની વાત કરવામાં આવી નથી. આના સંદર્ભે નાણાં મંત્રાલયે એક સ્પષ્ટીકરણ પણ બહાર પાડયું છે.
ઘણાં પત્રકારો અને ખાસ ટોળકીએ આને મીડિયા પર સરકાર દ્વારા હુમલા સ્વરૂપે પ્રચારીત કરવામાં કોઈ કોરકસર છોડી નથી. તેમમે એમ દર્શાવવાની કોશિશ કરી છે કે સરકાર મીડિયાથી ડરી ગઈ છે અને પત્રકારોને મંત્રાલયમાં ઘૂસવા દઈ રહી નથી. પરંતુ નાણાં મંત્રાલયના સ્પષ્ટીકરણ બાદ આ તમામ જૂઠ્ઠાણાની પોલ ખુલી ગઈ છે.