Site icon hindi.revoi.in

ગુજરાતમાં છ મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી નવેમ્બરમાં મહિનામાં પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ સહિત છ મનપા અને 55 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં આ ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેની ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના મહામારીને પગલે વિધાનસભાની પેટાચૂંટણી અને સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણી મોડી કરવામાં આવી રહી છે. દરમિયાન 6 મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાતની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આગામી તા. 9મી ઓક્ટોબરથી નવેસરથી મતદારી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર વિધાનસભાની સીટ પ્રમાણે મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. તેને બેઈઝ બનાવીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 9 ઓક્ટોબરના રોજ મુસદ્દા રૂપ પ્રાથમિક પ્રસિદ્ધિ મતદાર યાદીની કરવામાં આવશે અને ત્યારબાદ મતદાર યાદીમાં નામ સરનામામા ફેરફાર નવેસરથી નામ ઉમેરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

દરમિયાન ચૂંટણી પંચે રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક અનામતને લગતા અને સીમાંકનના આખરી આદેશો કરી દીધા હોવાનું જાણવા મળે છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે. તેમાંથી માત્ર 13 બેઠક બિન અનામત કેટેગરીમાં મુકવામાં આવી છે. અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે બે, અનુસૂચિત જાતિની સામાન્ય કેટેગરીની વ્યક્તિ માટે બે,અનુસૂચિત આદિજાતિની સામાન્ય કેટેગરીની એક, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે બે,સામાન્ય બે એમ બેઠકો અનામત જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Exit mobile version