Site icon hindi.revoi.in

ચિદમ્બરમ પર ઈડીની લાલ આંખ,કસ્ટડીમાં પૂછપરછ કરવાની માંગી પરવાનગી

Social Share

આઈએનએક્સ મીડિયા કેસમાં હવે ઈડીએ પી.ચિદમ્બર પર નજર રાખવાની શરુ કરી દીધી છે,આ મામલે ઈડીએ કસ્ટડીમાં પી ચિદમ્બરમ સાથે પૂછપરછ કરવાની પરવાનગી માંગી છે,ઈડી એ કહ્યું કે ,ચિદમ્બરમ સાથે સંકળાયેલા 17 બેંકોના ખાતા, વિદેશમાં સ્થાયિ સંપતિ અને કેટલીક શૈલ કંપનિઓ વિશે પૂછપરછ કરવી છે.

 આ ઉપરાંત ઈડી એ કહ્યું કે,અમારી તપાસ સીબાઈથી જુદી ચાલી રહી છે,ઈડીએ આ માટે કોર્ટ પાસેથી પ્રોડક્શન વોરંટ રજુ કરવાની માંગણી પણ કરી છે, કોર્ટ આ બાબતે આદેશ આપશે, પી ચિદમ્બર હાલ સીબીઆઈે કરેલા કેસ હેઠળ બાબતે તિહાડ જેલમાં છે, સીબીઆઈના મુદ્દે તેમની અરજી સુપ્રીમ કાર્ટમાં વિલંબીત છે,આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડીની અરજી પર રાઉઝ એવન્યૂ કોર્ટમાં ચિદમ્બરમને હાજર કરવામાં આવશે,એ જ દિવસે 3 વાગ્યે એવેન્યૂ કોર્ટમાં ચિદમ્બરમને હાજર કરવામાં આવશે,14 ઓક્ટોબરે કોર્ટ નક્કી કરશે કે ચિદમ્બરમને ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવશે કે નહી.

ત્યારે તે પહેલા પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટે ફરી એક ઝટકો આપ્યો છે,સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી છે,તે સમય દરમિયાન સ્પેશિયલ કોર્ટે પણ પી ચિદમ્બરમની તિહાડ જેલમાં ઘરનું જમવાનું મંગાવાની અરજીનો સ્વીકાર કર્યો છે,કોર્ટે પી ચિદમ્બરમને મળવા આવેલા લોકોએ કોર્ટરુમમાં મળવાની પરવાનગી આપી હતી,તે દરમિયાન તમિલનાડુથી આવેલા એક પાદરીએ એક પુસ્તક ભેટ આપ્યું હતું.

Exit mobile version