Site icon hindi.revoi.in

અનેક આંદોલનો દરમિયાન દલિત,ઠાકોર અને રાજપૂતો સમુદાયો પર કરેલા કેસ ગુજરાત સરકાર પરત લેશે

Social Share

રાજ્ય સરકારે અનેક સમુદાયો પર કરેલા કેસ પરત લેશે

દલિત,ઠાકોર અને રાજપુત સમુદાય પર અરજી કરવામાં આવી હતી

હવે સરકાર આ કેસ પરત લોવોનો વિચાર કરી રહી છે

જુદા-જુદા આંદોલનોમાં આ સમુદાય પર કેસ કરવામાં આવ્યા હતા

ગુજરાત સરકાર દલિત .ઠાકોર અને રાજપૂત સમુદાય પર અનેક આંદોલનો દરમિયાન જે કેસ કરવામાં આવ્યા હતા તેને હવે પરત લેવાનો વિચાર કરી રહી છે, આ સમુદાયો પર પાછલા 3 વર્ષમાં અલગ-અલગ આંદોલન વખતે આ તમામ પર અરજી કરાવામાં આવી હતી. મળતી મહિતી મુજબ આ દરેક ઉપર લગાવવામાં આવેલા કેસ પરત લેવાશે, ત્યારે પદમાવત ફિલ્મના વિરોધ સમયે રાજપૂત સમાજ પર અને ઉત્તર ભારતીયો પર હુમલો કરવાના બાબતે ઠાકોર સમુદાય પર અરજી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ ધ ઈન્ડિય એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો,પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે “મે ડીજીપી અને અલગ-અલગ જીલ્લાના એસપી સાથે આ વિષય પર વાતચીત કરી છે અને આ મામલા સાથે જોડાયેલી દરેક માહિતી મેળવવાની વાત કરી છે ત્યારે આમ કરવા માટે હજુ વધારે સમય લાગશે, એક વાર અમારા પાસે સંપૂર્ણ માહિતી આવી ગયા પછી આ પ્રસ્તાવ મુખ્યમંત્રી સામે મકવામાં આવશે ત્યાર બાદ અમે આ બાબતે નિર્ણય લઈ શકીશું હાલ આ વિષય પર ચોક્કસ માહિતી આપવી કઠીન છે”

2016માં ગુજરાતમાં ઉનાના કેટલાક દલિત યૂવકો સાથે મારપીટ થયા બાદ દલિત સમાજ આંદોલન કરવા મજબુર બન્યું હતુ તે સમય દરમિયાન દલિત સમાજના લોકો અને પાલીસ વચ્ચે માથાકૂટ થતા મામલો બગડ્યો હતો ત્યાર બાદ પદમાવત ફિલ્મ રીલીઝ થવાની સાથે રાજપુત સમાજના લોકો વિરાધ પ્રદર્શન માટે રસ્તા ઉપર ઉતરી આવતા વિવાદ સર્જાયો હતો ત્યારે સાબરકાંઠા જીલ્લામાં એક નાની બાળકીની બળાત્કારની ઘટના સામે આવી હતી જેમાં રોષે ભરાયેલા લોકોએ ઉત્તર ભારતીય લોકો પર હુમલો કર્યો હતો જેને લઈને રાજ્ય સરકારે તે લોકો પર અરજી કરી હતી ત્યારે હવે જોવું રહ્યું કે શું ખરેખર સરકાર બધા કેસ પાછાં ખેચશે કે યથાવત રાખશે.

Exit mobile version