Site icon Revoi.in

ગરમીના કારણે કેરલા એક્સપ્રેસમાં ચાર પ્રવાસીઓના મોત, ઝાંસીમાં ઉતારવામાં આવ્યા મૃતદેહો

Social Share

નવી દિલ્હી: દિલ્હીથી ઝાંસી તરફ જઈ રહેલી કેરલા એક્સપ્રેસમાં ચાર પ્રવાસીઓના મોત નીપજ્યા છે. જણાવવામાં આવે છે કે પ્રવાસીઓના મોત ગરમીના કારણે અને શ્વાસ રુંધાવાને કારણે થયા છે. લાશોને ઝાંસીમાં ઉતારવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આગ્રાથી 68 લોકોનું ગ્રુપ કોઈમ્બતૂર જઈ રહ્યું હતું. તે વખતે ચાર લોકોના મોત નીપજ્યા છે. દશ દિવસ પહેલા વારાણસી અને આગ્રા ફરવા માટે આ ગ્રુપ નીકળ્યું હતું.

દિલ્હીથી ઝાંસી તરફ જઈ રહેલી 12626 કેરલા એક્સપ્રેસમાં આ દર્દનાક ઘટના બની છે. 68 લોકોનું ગ્રુપ આગ્રાથી કોઈમ્બતૂર જઈ રહ્યું હતું. મોતનું કારણ ગરમી અને શ્વાસ રુંધાવાને ગણાવવામાં આવ છે. લાશોને ઝાંસીમાં ઉતારવામાં આવી છે. દશ દિવસ પહેલા વારાણસી અને આગ્રા ફરવા માટે નીકળેલા ગ્રુપમાં જીવ ગુમાવનારામાં ત્રણ કોન્નૂર અને એક કોયમ્બતૂરના વ્યક્તિ છે.

મહત્વપૂર્ણ છે કે દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમીનો કેર યથાવત છે અને તે એક સપ્તાહ સુધી યથાવત રહેશે. જો કે મોનસૂન કેરળ પહોંચી ચુક્યું છે. પરંતુ ભીષણ ગરમીની સ્થિતિનો સામનો કરી રહેલા દેશના મધ્ય અને પશ્ચિમી વિસ્તારો સુધી મોનસૂનના પહોંચવામાં ઓછામાં ઓછા સાત દિવસનો સમય લાગશે. મહત્તમ તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાથી દેશમાં ગત કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોકના કારણે ઘણાં લોકોના મોત નીપજ્યા છે.

ભારતના હવામાન વિભાગે કહ્યુ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, તેલંગાણા અને તટવર્તી આંધ્રપ્રદેશમાં ભીષણ ગરમીની આશંકા છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને કેટલાક ઉત્તર ભારતીય શહેરોમાં ગરમીની સ્થિતિ ગંભીર બને તેવી શક્યતા છે. અહીં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર રહે તેવી સંભાવના છે.

બીજી તરફ લખનૌનું મંગળવારનું લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે, જબરદસ્ત ગરમીને કારણે રાજ્યના ઘણાં સ્થાનો પર આગામી બે દિવસ ભારે પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા છે. તેનાથી થોડીક રાહતના આસાર છે. લખનૌમાં આંધીની શક્યતા થોડી ઓછી છે. તેની સાથે ગરમીમાંથી નિજાત મેળવવાના આસાર પણ નથી. હવામાન વિભાગ પ્રમાણે, લખનૌમાં મંગળવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની આશા છે.