Site icon hindi.revoi.in

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું- શાકભાજીના ભાવમાં નોંધાયો બે ગણો વધારો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાનો માર છે તો બીજી તરફ વરસાદનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે, ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવો આસમાનને આંબી રહ્યા છે, છેલ્લા બે મહિનામાં જ દરેક શાકભાજીના ભાવ બે ગણા વધ્યા છે, તો બીજી તકરફ સામાન્ય જીવન જીવતા લોકોનું બજેટ ખોરવાયું છે, હાલ વરસાદના તાંડવના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડાના કોઈ અણસાર મળી રહ્યા નથી.

સામાન્ય રીતે શાકભાજીના ભાવમાં વધારો નોંધાતા ટામેટા અને કાંદા જેવી વસ્તુઓ લોકોનો આધાર બનતા હતા પરંતુ આ વખતે ટામેટા પણ 80 થી 100 રુપિયે કિલોના ભાવે મળી રહ્યા છે, દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા વરસાદના કારણે શાકભાજીનું માર્કેટમાં આવવાનું પ્રમાણ ઘટ્યું છે,તે ઉપરાંત અનેક રોડ રસ્તા પર પાણીનો ભરાવો થવાના કારણે પણ ગામડાઓમાંથી શાકભાજીના ટેમ્પા કે વાહનો શહેર સુધી પહોંચી નથી રહ્યા જેને લઈને  હાલ તો શાકભાજીના ભાવમાં ઘટાડો શક્ય જ નથી.

દિલ્હી એનઆરસીમાં રીંગણ ,દુઘી, કોબીઝ અને શિમલા મરચાના ભાવ તો જાણે આસમાને પહોચ્યા છે, જેમાં ડુંગરી 20ની કિલોની જગ્યા 30 રુપિયે કિલો મળી રહી છે , તો રિંગણ અને દુધી 50 થી 80- રુપિયે કિલો મળી રહ્યા છે, જ્યારે આદુ,મરચાના ભાવ તો 100 રુપિયે કિલો સુધી પહોંચી ચૂક્યા છે.

આઝાદપુર શાકમાર્કેટના એપીએમસીના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, દેશના કેટલાક ભાગોમાં વધુ પડતા વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે જેને લઈને પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે, જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે,  દુકાનદારોનું આ બાબતે કહેવું છે કે, જથ્થાબંધ શાકભાજી આવે તો પણ વરસાદના કારણે પાણીથી શાકભાજી ખરાબ થઈ જાય છે જેને લઈને ભાવ વધારવો પડે છે.

શનિવારના રોજ દિલ્હીની આઝાદપુર મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 6.25 થી 16 રૂપિયા પ્રતિ કિલો હતો.તો  બટાટાનો જથ્થાબંધ ભાવ રૂ .13 થી 44 રૂપિયા હતો, જ્યારે ટામેટાંના જથ્થાબંધ ભાવ રૂ .8 થી 43.50 હતા. ઉદ્યોગપતિઓએ જણાવ્યું કે હવે લોકો હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટમાં પણ જમવા જતા થયા છે, જેના કારણે શાકભાજીનો વપરાશ વધ્યો છે અને શાકભાજી પુપરતુ મળી રહેતું નથી તેની અસર પણ  ભાવમાં જોવા મળી છે.

સાહીન-
Exit mobile version