Site icon hindi.revoi.in

રોબર્ટ વાડ્રાની વિદેશ યાત્રા પર કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

Social Share

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની વિદેશ જવાની પરવાનગી માગતી અરજી પર દિલ્હીની રોઉજ એવેન્યૂ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ શુક્રવારે નિર્ણય ફરમાવશે. રોબર્ટ વાડ્રા 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી બિઝનસના સંદર્ભે વિદેશ જવા ચાહે છે.

વાડ્રાની અરજીનો ઈડીએ વિરોધ કર્યો છે. જો કે વાડ્રાના વકીલે કહ્યુ છે કે તે પાછા આવશે. રોબર્ટ વાડ્રા આના પહેલા પણ ઈલાજ સંદર્ભે વિદેશ યાત્રા કરી ચુક્યા છે.

મની લોન્ડ્રિંગ કેસમાં નીચલી અદાલતમાંથી વાડ્રાને 1 એપ્રિલે આગોતરા જામીન મળી ચુક્યા છે. ગત સુનાવણીમાં કોર્ટે વાડ્રાના વકીલ કેટીએસ તુલસીને કહ્યુ કે વિદેશ જવા સાથે જોડાયેલી તેમની અરજીને જાહેર કરવામાં આવે નહીં, તેના પર કોર્ટે પુછયું કે શું તેમની સુરક્ષાને કોઈ ખતરો છે?

જો કે સુનાવણી દરમિયાન કોર્ટમાં ઈડીએ આનો વિરોધ કરતા કહ્યુ હતુ કે તેમની સુરક્ષાને લઈને કોઈ પ્રકારની કોઈ ધમકી નથી. આ મામલાને બેકાર જ કોર્ટમાં કોઈપણ નક્કર આધાર વગર કહેવાય રહ્યો છે. જો કે કોર્ટે ઈડીને ક્હ્યું છે કે વાડ્રાની વિદેશ જવા માટેની અરજી સાથે જોડાયેલી જાણકારીઓ આગામી સુનાવણી સુધી સીલબંધ રાખવામાં આવે.

મહત્વપૂર્ણ છે કે મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા મામલામાં વાડ્રાને હાલ કોર્ટમાંથી જામીન મળી છે. વાડ્રાને આગોતરા જામીન આ વર્ષે એપ્રિલમાં પટિયાલા હાઉસ કોર્ટે કેટલીક શરતો સાથે આપ્યા હતા. ગત વખતે વાડ્રા પોતાની સારવાર માટે વિદેશ ગયા હતા. પરંતુ આ વખતે તેમણે પોતાના કારોબારના કારણે વિદેશ જવાની કોર્ટ પાસે મંજૂરી માગી છે. સૂત્રો પ્રમાણે,વાડ્રા આ વખતે સ્પેન જવા ચાહે છે.

Exit mobile version