નવી દિલ્હી: દિલ્હીના ઈતિહાસમાં સોમવારે પહેલીવાર તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. પાલમ વિસ્તારમાં તાપમાન 48 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.
આ પહેલીવાર છે કે જ્યારે જૂનમાં ગરમીએ દિલ્હીમાં આટલો કેર વરસાવ્યો હોય. રવિવારે દિલ્હીનું તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભીષણ ગરમીનો માર આખો દેશ સહન કરી રહ્યો છે. ઘણાં રાજ્યોમાં પીવાના પાણીની તંગી છે. જળાશયો સુકાઈ ચુક્યા છે અને પાણીના ટીપા-ટીપા માટે લોકો ઘણાં લાંબા અંતરે જવા માટે મજબૂર છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસમાં દિલ્હીનું તાપમાન ઘટવાના કોઈ આસાર નથી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દિલ્હીમાં સોમવારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધવાની સંભાવના છે.