Site icon hindi.revoi.in

ગાંધીનગરના સાંતેજ નજીક ફેકટરીમાં વીજકરંટ લાગતા પાંચ શ્રમિકના મોત

Social Share

અમદાવાદઃ અમદાવાદ શહેરની નજીક આવેલા સાંતેજ-વડસર રોડ ઉપર આવલી એક ફેકટરીમાં વીજ કરંટ લાગતા પાંચ શ્રમજીવીઓના મોત થાં હતા. જ્યારે 3 મજૂરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. શ્રમજીવીઓ લોખંડની સીડી ઉંચકીને જતા હતા ત્યારે ઉપરથી પસાર થતા હાઈટેન્સન વીજવાયરને સીડી અડી ગઈ હતી. વીજ કરંટ લાગતા પાંચ શ્રમિકોના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ ઉપર આવેલા એસ્ટેટમાં નવી બની રહેલી ફેકટરીમાં શ્રમિકો શેડ બનાવવની કામગીરી કરી રહ્યાં હતા. આઠ જેટલા શ્રમજીવીઓ લોખંડની સીડી ઉચકીને અન્ય જગ્યાએ લઈ જઈ રહ્યાં હતા. ત્યારે ઉપરથી પસાર થતા હાઈટેન્શન વીજવાયરને સીડી અડી ગઈ હતી. જેથી આઠેય શ્રમિકોને વીજ કરંટ લાગ્યો ગયો હતો. આ દુર્ઘટનામાં કાર્તિક બીસે ,મહેશ વશરામભાઈ ફુલેરા, ભાવુજી ઠાકોર, પંકજ હિંમતભાઈ વાલીયા અને બજરંગીરાય નારાયણરાયના મોત થયાં હતા. જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પાંચેય શ્રમજીવીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેમજ પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ આરંભી છે.

Exit mobile version