Site icon hindi.revoi.in

પ્રવાસીઓ, અમરનાથ યાત્રીઓને જમ્મુ-કાશ્મીર સરકારનો નિર્દેશ, રોકાણ ઘટાડીને જેમ બને તેમ જલ્દીથી પાછા ફરો

Social Share

જમ્મુ-કાશ્મીર સરકારે શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને રાજ્યમાં આવેલા અન્ય પ્રવાસીઓને તાત્કાલિક ખીણમાંથી રોકાણ ઘટાડીને પાછા ફરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરે. જમ્મુ-કાશ્મીર સરકારે આ નિર્દેશ અને સલાહ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાની શક્યતાના ચોક્કસ આતંકી ખતરાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ આપી છે.

મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા સિક્યુરિટી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું છે કે તીર્થયાત્રીઓ અને ટૂરિસ્ટો પોતાનું રોકાણ ઘટાડે અને શક્ય તેટલા જલ્દી પાછા ફરે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાની શક્યતાના ચોક્કસ આતંકી ખતરાના તાજેતરના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સને ધ્યાનમાં રાખીને તથા કાશ્મીર ખીણમાં પ્રવર્તી રહેલી સુરક્ષા સ્થિતિને ધ્યનમાં રાખીને ટૂરિસ્ટો અને અમરનાથ યાત્રીઓની સુરક્ષાના હિતમાં સલાહ આપવામાં આવે છે કે કાશ્મીર ખીણમાં તેઓ પોતાનો રોકાવાનો સમયગાળો ઘટાડે અને બને તેટલા જલ્દી પાછા ફરવા માટેની જરૂરી પગલા ભરે.

Exit mobile version