- અમદાવાદની જેમ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કર્ફ્યું
- આજે રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ થશે
- કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર થયુ સજ્જ
રાજકોટ શહેરમાં આજે રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરુ થઇ જશે. આ સાથે જ સુરત અને વડોદરામાં પણ કર્ફ્યૂ લાગુ થશે. શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજકોટ ઉપરાંત વડોદરા અને સુરત માટે પણ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યાની જાહેરાત કરી છે અને લોકોને ન ગભરાવા અને સરકારી તંત્રને સહયોગ આપવા જણાવ્યું છે.
શનિવારથી રોજ રાત્રીના 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે, એટલું જ નહિ કર્ફ્યુ દરમિયાન કોઈ અગત્યના કારણસર નીકળ્યાં તો પોલીસ તેના વિરુદ્ધ કડક પગલા લઈ શકે છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે પોલીસ કમિશનરે લોકોને સહયોગ આપવા માટેની અપીલ કરી છે.
હાલ કોરોનાને રોકવા માટે કર્ફ્યુ તો લગાવવામાં આવ્યો છે પરંતુ રાત્રી કર્ફ્યુ દરમિયાન મેડિકલ સેવા તેમજ ઇમર્જન્સી સેવાને છૂટ મળી છે. હવે આગામી આદેશ સુધી આ કર્ફ્યું લાગુ જ રહેશે, કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે.
કેટલાક અસામાજીક તત્વો દ્વારા ફરીવાર લોકડાઉનની પણ અફવા ફેલાવવામાં આવી રહી છે પરંતુ આ બાબતે મુખ્યમંત્રી રુપાણીએ ખુલાસો કર્યો છે કે લોકડાઉન વિશે જે પણ વાત છે તે અફવા છે અને સરકાર દ્વારા કોઈ લોકડાઉનની તૈયારી નથી. તો અફવાઓ પર પણ ધ્યાન આપવું નહી.
દેવાંશી-