- ડાબેરી પક્ષોમાં પરિવર્તન!
- વેદ-ઉપનિષદો પર ડાબેરીઓનો સેમિનાર!
કેરળમાં ડાબેરી પક્ષો હિંદુ ધર્મગ્રંથો વેદો અને ઉપનિષદોના સાર પર સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી ગઠબંધન એલડીએફના સાથી પક્ષના ત્રણ દિવસીય સેમિનારનું રાજ્યના કન્નૂરમાં 25 ઓક્ટોબરે આયોજન થઈ રહ્યું છે.
આ સેમિનારનો ઉદેશ્ય હિંદુ પાંડુલિપિઓ અને ધર્મગ્રંથોના ધર્મના નામ પર દુરુપયોગને રોકવાનો છે. આ કાર્યક્રમમાં દિવંગત ડાબેરી નેતા એન.ઈ.બલરામની જન્મ શતાબ્દિના પ્રસંગે આયોજીત કરાઈ રહ્યો છે. કાર્યક્રમના આયોજનનું દાયિત્વ એન. ઈ. બલરામ મેમોરિયલ ટ્રસ્ટ પાસે છે.
ટ્રસ્ટના ચેરમેન અને વરિષ્ઠ સીપીઆઈ નેતા સી. એન. ચંદ્રને કહ્યુ છે કે ભારતીય દર્શનશાસ્ત્ર દિવંગત નેતાની પસંદગીનો વિષય હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી નવ વિશેષજ્ઞો વેદ, પુરાણ, ઉપનિષદ અને એપિક પર પોતાના રિસર્ચ પેપર રજૂ કરશે. સીપીઆઈના નેતાનું કહેવું છે કે અમે કોમવાદી શક્તિઓ દ્વારા પોતાના હિત માટે હિંદુ ધર્મગ્રંથોના દુરુપયોગને રોકવા માંગીએ છીએ. સેમિનારમાં ભારતીય ધર્મગ્રંથોના વૈજ્ઞાનિક સંદર્ભો પર પણ ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક ડાબેરી નેતા નવરાત્રિ પર અભિનંદનને લઈને ચર્ચામાં આવ્યા હતા. ધર્મને અફીણ માનનારા રાજકીય પક્ષો સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મહાનવમી, દશેરા અને વિજયાદશમીને લઈને લોકોને ટ્વિટ કરીને અભિનંદન પણ આપ્યા હતા. આના પર લોકોએ યેચુરીને ટ્રોલ પણ કર્યા હતા. યેચુરીએ અષ્ટમીના દિવસે જ નવરાત્રિ અને દશેરાના અભિનંદન આપ્યા હતા. લોકોએ ટ્વિટ કરીને યેચુરીને અષ્ટમી, નવરાત્રિ અને દશેરાનો અર્થ તથા તેનું મહત્વ પણ સમજાવ્યું હતું.
તો એક યૂઝરે યેચુરીના ટ્વિટ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ છે કે આના સંદર્ભે સ્ટાલિન અને માર્ક્સ શું કહેશે. તો એક અન્ય યૂઝર શુભમે પણ કટાક્ષ કરતા કહ્યુ છે કે મને લાગે છે કે કોઈએ તમારું એકાઉન્ટ હેક કરી લીધું છે. જે લોકો સીતારામ યેચુરીને જાણે છે, કૃપા કરીને તેમને જણવો કે આ પોસ્ટ તેમના ટ્વિટર હેન્ડલ પર અપ્રાસંગિક છે. ઉલ્લેખનીય છે કે સીતારામ યેચુરીએ કેટલાક મહીનાઓ પહેલા જ કહ્યુ હતુ કે રામાયણ અને મહાભારત પણ લડાઈ અને હિંસાથી ભરેલા છે.