Site icon hindi.revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ 2300થી વધારે ઉમેદવારોએ ભર્યાં ફોર્મ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. કોર્પોરેશનની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના 2369 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હોવાનું જાણવા મળે છે. હવે ચૂંટણીપંચ દ્વારા ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા 1લી ફેબ્રુઆરીના રોજ જાહેનામુ બહાર પાડ્વામાં આવ્યું હતું. ગઈકાલથી છ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. આજે અંતિમ દિવસે પણ અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. કોર્પોરેશનની ચૂંટણીમાં 2369 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. જેથી વિવિધ પાર્ટીના 2300થી વધારે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી વધારે 727 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. આવી જ રીતે રાજકોટમાં 471, ભાવનગરમાં 386, સુરતમાં 342, જામનગરમાં 228 અને વડોદરામાં 215 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત બાદ અસંતોષ સામે આવ્યો હતો. જેથી કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવાને બદલે ઉમેદવારોને ફોન કરીને મેન્ડેટ આપ્યો હોવાનું જાણવા મળે છે. છ મનપામાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતા હવે ચૂંટણી પંચ દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 9મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે. જ્યારે 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Exit mobile version