Site icon hindi.revoi.in

ગુજરાતની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કોરોના ટેસ્ટીંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે. આ ઉપરાંત જો ઘરે જઈને રૂ. 1100માં ટેસ્ટ કરવામાં આવશે.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા સરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીમાં થતા કોરોના વાયરસના ટેસ્ટ લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે RTPCR ટેસ્ટના લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે. જેનો લાભ દર્દીઓને મલશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બધાને સહયોગથી આપણે કેસ પર કાબૂ લાવી શકીએ છીએ. સિવિલમાં અલગ અલગ બિલ્ડિંગમાં આપણે કોવિડ બેડ ચાલુ કર્યા હતા. 1200થી હવે 1500 કેસ રોજના આવી રહ્યા છે તેને લઈને સરકારે આ નિર્ણય કર્યો અને વધુ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  અમદાવાદની નવી કિડની હોસ્પિટલમાં કોવિડ પથારી શરૂ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ કેરમાંથી વેન્ટિલેટર મોટા પ્રમાણમાં ભેટમાં આપવામાં આવ્યા. જે 80 વેન્ટિલેટર છે તેમાંથી 56 અહીં રાખવામાં આવ્યા છે જ્યારે બીજા અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવશે.

Exit mobile version