અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ રોજના સરેરાજ 50 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ કોરોના પીડિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ વધીને 78.98 ટકા પર પહોંચ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1145 કેસ નોંધાયાં હતા. જ્યારે રાહતની વાત એ છે કે, 1120 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. જ્યારે 17 દર્દીઓના મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 82 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 64830 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યનો રિવકરી રેટ વધીને 78.98 ટકા થયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં 63 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દરરોજ પ્રતિ મીલીયન વસ્તી પ્રમાણે 969.70 ટેસ્ટ થઈ રહ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 15 લાખ જેટલા કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 14418 છે. જેમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 14337 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં હાલ 5.15 લાખ વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે.