કોરોના વાયરસના કારણે થયેલું લોકડાઉનમાં મોટાભાગના લોકોના વજનમાં વધારો એટલે કે મેદસ્વીપણાથી ચિંતિત છે. લોકો આ સમસ્યાનો સામનો કરવા માટે જિમ અથવા ફિટનેસ સેન્ટરમાં જાય છે, પરંતુ અફસોસ તેઓ પણ બંધ છે…. તમે ઘરે રહીને પણ કસરત સાથે યોગ્ય ડાયટ કરીને તમે તમારું વજન ઓછું કરી શકો છો. તે માટે તમારે તમારા ખાણીપીણીની યોગ્ય કાળજી રાખવી પડશે. આ સાથે જ 5 શાકભાજીના જ્યૂસને પીવાથી તમારું સ્વાસ્થય પણ સારું રહેશે…
દૂધીનું જ્યૂસ -દૂધીનું જ્યૂસ પીવાથી ઊર્જા મળે છે અને બ્લડ સર્કુલેશન પણ વધે છે…. સાથે જ પેટ ભરેલું- ભરેલું લાગે છે. પતળા રહેવામાં મદદ પણ મળશે…
ટમેટાનું જ્યૂસ -ટમેટાનું જ્યૂસ ચર્બીની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થાય છે. મહિલાઓએ રોજ ટમેટાનું જ્યૂસ પીવું જોઈએ … તેમાં વિડામિન સી થી લઇને કોલેસ્ટ્રોલ અને કેલરી મેનેજ કરવામાં પણ મદદ મળે છે….
બીટરૂટ જ્યુસ -બીટરૂટ જ્યૂસમાં ફાઇબર મોટા પ્રમાણમાં હોય છે. તે પોટેશિયમ મેગ્નિશિયમ, આયર્નથી ભરપૂર માત્રામાં હોય છે. અને તે થાકને પણ દૂર કરવામાં મદદ કરે છે….
કારેલાનું જ્યૂસ -જે લોકો ડાયાબિટિસથી પીડિત લોકો માટે કારેલાનો રસ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે… કારેલામાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે જયારે કેલેરી ઓછી હોય છે….
પાલકનું જ્યુસ -પાલકનું નિયમિતપણે સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. અને ભૂખ પર પણ કાબુ મેળવવામાં મદદ થાય છે. પાલકના રસમાં થાયલાકોઇડ્સ હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી2, સી, ઇ અને આયરન પણ હોય છે.
દેવાંશી-