અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજના પાવનપર્વ ગણેશ ચર્તુથીથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે સાદગીથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આસ્થા સાથે જોડાયેલા ગણેશ મહોત્સવની ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા રહેલી છે.
આજથી લગભગ 100 વર્ષ પહેલા આઝાદીના લડવૈયા બાલ ગંગાધર તિલક દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીની શરૂ કરી હતી. અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં કરોડો ભારતીયોને એક કરવા માટે બાલ ગંગાધર તિલકે ગણેશોત્વની ઉજવણી કરી હતી. આઝાદીના લડવૈયા બાલ ગંગાધર તિલક વર્ષ 1890ના દસકમાં સ્વતંત્ર્ય સંગ્રામ દરમિયાન અવાર-નવાર ચોપાટી જતા હતા. તેમજ કરોડોને ભારતીયોએ એક કરવા વિચારતા હતા. આ સમયે તેમને કરોડો ભારતીયોને એક કરવા માટે ધાર્મિક માર્ગ અપનાવ્યો હતો. તે સમયે લોકો ગણશોત્સવની ઉજવણી લોકો ઘરમાં જ કરતા હતા. જેથી તેમણે ગણેશ મહોત્સવની ઉજવણી સાર્વત્રિત જગ્યાએ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તમામ જાતિ અને સંપ્રદાયના લોકો એક સ્થળ પર એકત્ર થાય.
આ પર્વની સાર્વજનીક ઉજવણીની કરવા માટે બાલ ગંગાધર તિલકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ધાર્મિક માહોલમાં 10 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મહત્સવનું સૌથી વધારે મહત્વ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર વિશાળ પંડાલમાં વિઘ્નહર્તાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. તેમજ તમામ સંપ્રદાયના લોકો દસ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા કરે છે. મુંબઈમાં સુપ્રસિધ્ધ લાલબાગ ચા રાજા સહિતના પંડાલમાં ફિલ્મ કલાકારો અને મોટા-મોટા બિઝનેશમેન સહિત મહાનુભાવો પણ વિઘ્નહર્તાના ચરણોમાં શીશ ઝુકાવે છે.