Site icon Revoi.in

ગાંધી જયંતી પર કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ

Social Share

નવી દિલ્હી: 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે દેશભરમાં આયોજીત થનારી પદયાત્રાના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આ કાર્યક્રમમાં સામેલ થશે.

2 ઓક્ટોબરે કોંગ્રેસ મુખ્યમથકમાંથી 7000 લોકોની માનવશ્રૃંખલા બનાવીને સવારે 11 વાગ્યે રાજઘાટ પહોંચશે. યાત્રા સવારે નવ વાગ્યે શરૂ થશે. સ્વાસ્થ્યને જોતા સોનિયા ગાંધી ત્રણ કિલોમીટર ચાલશે નહીં. પરંતુ સીધા જ 11 વાગ્યે રાજઘાટ પહોંચશે. રાજઘાટથી થોડાક અંતર પહેલાથી આ પદયાત્રામાં સોનિયા ગાંધી સામેલ થશે.

સોનિયા ગાંધી રાજઘાટ પર પાર્ટીના કાર્યકર્તાઓને શપથ પણ અપાવશે. શપથમાં ગાંધીના આદર્શો પર ચાલવું અને કોમવાદની સામે લડવી વાત હશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આના પહેલા પોતાના પ્રદેશ એકમો અને પાર્ટી પદાધિકારીઓને 2 ઓક્ટોબરના દિવસે ફરજિયાતપણે એક કલાકની પદયાત્રા કરવા માટે જણાવ્યું છે. આખા દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને પદયાત્રા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ભાજપમાં ગાંધીગીરી દ્વારા મહાત્મા ગાંધીના વિચારોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. 2 ઓક્ટોબરે ભાજપ સરકાર ઘણાં કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.