Site icon hindi.revoi.in

નરેન્દ્ર મોદીના બીજી વખતના પીએમ તરીકેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે સોનિયા ગાંધી

Social Share

નવી દિલ્હી: ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ થશે.

30મી મેએ યોજાનારા શપથગ્રહણ સમારંભમાં લગભગ 6500 અતિથિ સામેલ થઈ રહ્ય આછે. ગત શપથવિધિ સમારંભમાં પાંચ હજાર મહેમાનો સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પીએમ મોદીના શપથગ્રહણ સમાંરભમાં સામેલ થવાના નથી. પહેલા મમતા બેનર્જીએ શપથવિધિના કાર્યક્રમમાં સામેલ થવાની હામી ભરી હતી.

મહત્વપૂર્ણ છે કે મોદીના શપથગ્રહણ સમારંભમાં તમામ રાજ્યના રાજ્યપાલો, મુખ્યપ્રધાનો અને મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં સોનિયા ગાંધી સિવાય આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ સામેલ છે. આ સિવાય વિદેશી મહેમાનો પણ સામેલ થઈ રહ્યા છે.

Exit mobile version