Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના રણબીરગઢમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ- 2 આતંકીઓ ઠાર -1 જવાન ઈજાગ્રસ્ત

Social Share

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર રણબીરગઢમાં આતંકીઓ સાથે સેનાની મૂઠભેદ થઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે,સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી,ત્યાર બાદ સેના દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,સુરક્ષા દળો સાથેની કાર્યવાહી પછી આતંકીઓ સાથે અથડામણ સર્જાયું ત્યારે તેમાં સેનાના એક જવાન પગમાં ગોળી વાગવાથી તે ઈજાગ્રસ્ત થયો છે.જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એક અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે સેના,સ્પેશિયલ ઓપરેશન ટીમ અને બીજા અર્ધસૈનિક દળોની ટીમ આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશનના કાર્યમાં જોતરાઈ હતી,સુરક્ષાદળોને પાક્કી બાતમી મળી હતી કે આ જ વિસ્તારમાં આતંકીઓ સંતાયેલા છે,ત્યાર બાદ  સેનાઓએ મળીને આતંકીઓની શોધખોળ કરી હતી.

જ્યારે સુરક્ષા દળોને આતંકીઓની ભાળ મળી ત્યારે તેમને ઘેરીને આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું, પરંતુ વળતા જવાબમાં આતંકીઓ એ સામેથી ગોળી ચલાવવાનું શરુ કરી દીધું,ત્યાર બાદ સેનાએ વળતા જવાબમાં ગોળી ચલાવી જેમાં એક આતંકી ઠાર મરાયો,ત્યાર બાદ થોડીક જ ક્ષણોમાં એક બીજો આતંકવાદી પણ માર્યો ગયો.

અધિકારીએ આપેલી માહિતી મુજબ, શ્રીનગરમાં બહારી વિસ્તાર રણવીરગઢના પંજીનારામાં આતંકીઓ સાથે આ અથડામણ થઈ હતી,આ તમામ કાર્યવાહીમાં પોલીસની ટીમ પણ હાજર હતી,સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે.ત્યારે હાલ સુરક્ષા દળો દ્રારા આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે,તે સાથે જ આ વિસ્તારની આસપાસથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

સાહીન-